
પીળી ચાંક ઢોંક (ચહેરા પર પીંછા હોતા નથી)
ગુજરાતીમાં પીળી ચાંચ ઢોંક તરીખે ઓળખાતા આ પક્ષીનું અંગ્રેજી નામ Painted Stork છે, જ્યાંરે વૈજ્ઞાનિક નામ Mycteria leucocephala છે. આ પક્ષી સમગ્ર ભારત સહિત પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળના વિસ્તારો જોવા મળે છે. ઢોંક મૂળ Ciconiidae ફેમિલીનું પક્ષી છે જેની આખા વિશ્વમાં લગભગ ૧૯ જેટલી પ્રજાતિઓ વસે છે. આ મહાકાય પક્ષીના લાંબા પગ અને મજબુત લાંબી ચાંચ તેને બીજા પક્ષીઓથી અલગ જ તારે છે.આ પક્ષીનું વજન લગભગ ૨ થી ૩.૫ કિ.ગ્રા જેટલુ હોય છે.તેની લંબાઈ આશરે ૯૦ થી ૧૦૧ સે.મી જેટલી હોય શકે છે,જ્યાંરે તેની પાંખોની લંબાઈ ૧૫૦ થી ૧૬૦ સે.મી હોય છે. દેખાવમાં નર અને માદા લગભગ સરખા જ દેખાય છે ,પરંતુ કદમાં નર માદા કરતા જરાક મોટુ દેખાય છે.પુખ્ત વયના આ પક્ષીની પીળા રંગની લાંબી મજબુત ચાંચ હોય છે જે છેડેથી જરાક તિક્ષ્ણ વાંકી હોય છે.પીઠનો ભાગ સફેદ જ હોય છે જેની ઉપર લીલાશ પડતા કાળા પાટ્ટાઓ હોય છે,તેના પીંછા કાળા રંગના તથા ખંભો અને પાંખો આછી ગુલાબી રંગની હોય છે.પૂંછડીનો છેવટનો ભાગ કાળો હોય છે.તેના પગ લાંબા પીળાશ પડતા લાલ હોય છે,પરંતું કાદવ-કિચડમાં વસવાટને કારણે તે મોટેભાગે મેલા સફેદ રંગના દેખાતા હોય છે.તેની આંખો ઘેરા પીળા રંગની અને કિકિ કાળા રંગની હોય છે. આ પક્ષી મોટેભાગે સમુહમાં અથવા ક્યાંરેક જોડીમાં જોવા મળતા હોય છે.

આ પક્ષી સૂકા તળાવો,નહેરો કે અન્ય સૂકા જળાશયો અથવા છીંછરા જળાશયોમાં જોવા મળે છે. તેનો મૂખ્ય ખોરાક દેડકા, માછલી, જીવજંતુ, અળસિયા, નાના પક્ષી અને નાના સ્તનધારી પ્રાણીઓ છે. તે જળાશયોમાં શિકારની રાહ જોઇને સ્થિર ઊંભુ રહે છે અને ઘાત લગાવીને શિકાર કરતુ હોય છે , તો ક્યાંરેક છીંછરા પાણીમાં પોતાની લાંબી મજબૂત ચાંચ મોઢા સુધી ડુબાડીને ચાંચ ફરકાવતું પાણીમાં ધીમી ગતિએ ચાલીને શિકાર કરે છે.મોટે ભાગે એક જ જગ્યાએ વસવાટ કરે છે, પરંતુ અમુક પક્ષીઓ માઈગ્રેસન કરતા હોય છે.
આ પક્ષી છીછરા પાણીમાં પથરાયેલી વનસ્પતિઓમાં અથવા તો નીચા વૃક્ષોની શાખાઓમાં માળો બનાવે છે. નર અને માદા બન્ને સાથે મળીને ડાળીઓ,પાંદડાઓ અને ઘાંસનો ઉપયોગ કરીને એક પ્લેટફોર્મ ઉપર મોટો માળો બનાવે છે. એક જ વૃક્ષ પર ઘણી વખત અસંખ્ય માળાઓ હોય છે. કેટલીક વખત જાંબલી બગલો, કાજિયો, ધોળો બગલો,કાંકણસાર જેવા પક્ષીઓ અડોશ-અડોશમાં માળો બનવતા હોય છે.
આ પક્ષીનો પજન્નકાળ ઓગષ્ટ થી ફેબ્રુઆરીનો હોય છે.પ્રજન્ન બાદ માદા ૩ થી ૬ ઈંડા માળામાં મૂકે છે.માદા ઈંડાને સેવે છે અને એક મહિના પછી બચ્ચા બહાર આવે છે. બે મહિના પછી બચ્ચાઓ ઉડવા માટે સક્ષમ થઈ જતા હોય છે. ઘણી વખત આ પક્ષી પોતાના જ બચ્ચાનું ભક્ષણ પણ કરતુ હોય છે.
Like this:
Like Loading...
પ્રતિભાવ