'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Monthly Archives: મે 2010

ચમચો (Spoon Bill)

ઓલપાડ જિંગા તળાવ (૨૩-૦૫-૨૦૧૦)

આ પક્ષીની ચાંચ પીળા પટ્ટાઓ વાળી અને ચમચી જેવા આકારની હોય છે.તેથી તેને ‘ચમચો’ નામથી ઓળખાય છે.આ પક્ષીનું અંગ્રેજી નામ ‘સ્પુન બીલ’ (Spoon Bill)  છે.મોટા ભાગે સમુહમાં જોવા મળે છે.

  • સ્થળ : દક્ષિણ એશિયા,આફ્રિકા અને યુરોપના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે.
  • લંબાઈ : ૬૦ મીટર
  • વજન  : લગભગ ૧.૭ કિલોગ્રામ
  • વસવાટ  : મીઠા પાણી,તળાવ અને દરીયા કિનારે
  • ખોરાક  : નાના પ્રાણીઓ દાં.ત માછલી,દેડકા,જીવાત,અળસિયાં , ગોકળગાય, શુકિત, કડિયાં, કાળુ માછલી, સમુદ્રફીણ, વળિયાં ,નાની વનસ્પતિ,વગેરે…
  • પ્રજનન  : માંદા ૩-૪ ઈંડા મૂકે છે જેને બન્‍ને મળી ૨૮-૩૦ દિવસ સુધી સેવે છે.એટલે કે ૪ અઠવાડિયા પછી બચ્ચા ઈંડામાંથી બહાર આવે અને ૭ અઠવાડીયા પછી ઉડવા લાગે છે.
Advertisements

ભારતીય વાઈન સ્નેક (બિનઝેરી સાપ)

ફોટો - હેમલ મેહતા

Vine(વાઈન) નો અર્થ ગુજરાતીમાં વેલ થાય.ગામડાઓમાં તેને વેલ સાપ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ક્ષેત્રોમાં તેને ચાબુક સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઈન સ્નેકની ગણના પેટ વડે ઘસડાયને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાઈ છે.જેને અંગ્રેજીમાં રેપ્ટાઈલ વર્ગ કહેવામાં આવે છે.સૌથી સુંદર સાપોમાં વાઈન સ્નેકની ગણતરી થાઈ છે.વાઈન સ્નેક સંપૂર્ણપણે બિનઝેરી સાપ છે. મોટે ભાગે તેની સુંદરતાને કારણે શિકારનો ભોગ બને છે.

વાઈન સ્નેક ઉત્તર-પશ્ચિમને બાદ કરતા સમગ્ર ભારતમાં જોવા મળે છે.સામાન્ય રીતે વાઈન સ્નેકની લંબાઈ ૧ થી ૭.૧૦ ફૂટ સુધીની હોય છે.નર કરતા માંદા વાઈન સ્નેકની લંબાઈ વધારે હોય છે.તેના મોઢાનો આકાર નુકિલો  હોય છે.તેનું શરીર ખુબ જ પાતળુ હોય છે. મોંઢુ તેના શરીરથી અલગ જ તરી આવે છે.વાઈન સ્નેકના શરીરની ઉપરની ત્વચા સમતલ લીલા રંગની સાથે સફેદ અને પીળાની હોય છે અને તેના પર કાળા રંગની પોપડીઓ દેખાતી હોય છે.વાઈન સ્નેકના શરીરની નીચેના ભાગની ત્વચા લીલા અને પીળા રંગની એટલે કે પોપટી હોય છે.વાઈન સ્નેક આક્રમક સાપ છે.વાઈન સ્નેકને જ્યાંરે ખતરાનો અનુંભવ થાઈ છે ત્યાંરે ગર્દન ફૂલાવે છે અને પ્રતિબંધીને ચેતવણી આપે છે.તેની આંખો ચમકદાર  ઈંડા આકારની અને મોઢાથી અલગ જ તરી આવે છે.વાઈન સ્નેક ખુબ જ ચતુર સાપ છે ,જેથી ભાગ્યે જ જોવા મળે છે.

ફોટો - ૨૪ માર્ચ ૨૦૧૦

વાઈન સ્નેકના લીલા રંગને કારણે જંગલોમાં શોધવો મુશ્કેલ છે.સામાન્ય રીતે ઝાડની ડાળીઓ ઉપર જ હોય છે.પાતળા અને હલકા શરીરને લીધે વાઈન સ્નેક ખૂબ જ ઝડપથી સ્થળાંતર કરી શકે છે. વાઈન સ્નેકનું રહેઠાણ વર્ષાવનો,પહાડી પ્રદેશ,ગાઢ જંગલોમાં તથા ઝાડ ઉપર વધારે જોવા મળે છે.

સામાન્ય રીતે વાઈન સ્નેક ઓગસ્ટ- નવેમ્બર સુધીમાં ઈંડા મૂકે છે.વાઈન સ્નેક એક વખતની પ્રસુતિ દરમ્યાન ૮ થી ૧૫ ઈંડા મૂકે છે.ઈંડા મૂક્યાના ૫૦ થી ૬૦ દિવસ પછી બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવે છે.જન્મેલા વાઈન સ્નેકની લંબાઈ આશરે  ૨૦ સેં.મી સુધી હોય છે.

વાઈન સ્નેકનો ખોરાક ઉંદર,ખિસકોલી,દેડકા,કાચિંડો,સરડો તથા નાના પક્ષીઓ  હોય છે.વાઈન સ્નેક પણ મોટા ભાગના સાપની જેમ  શિકારને આખો જ ગળી જાય છે.

વાઈન સ્નેકની સુંદરતા મનુષ્યને શિકાર કરવા માટે પ્રેરે છે.હમણા એક ટીવી શોમાં એક વ્યક્તિને વાઈન સ્નેક  સાથે ગમ્મત કરતો જોયો  હશે.નાકમાંથી પ્રવેશ કરાવે અને મોં માંથી તેને કાઢે છે.તેના પર વનવિભાગ દ્રારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Don’t Kill ,Just Call

ચૅકર કીલબૅક વૉટરસ્નેક/ડેંડુ (બિનઝેરી સાપ)

ચૅકર કીલબૅક વૉટરસ્નેક તે સાપનું અંગ્રેજી નામ છે.ગુજરાતમાં એને ડેંડુ તરીકે ઓળખાય છે.આ સાપ ભરતનાં ઘણા ક્ષેત્રોમાં જોવા મળે છે તથા પાકિસ્તાન,શ્રીલંકા,મ્યાનમાર,બાગ્લાદેશ,નેપાળ,ચીન,તાઈવાન,ઈન્ડોનેશિયા જેવા દેશોમાં પણ જોવા મળે છે.આ સાપ બિનઝેરી સાપ છે.તેનું કદ ૧.૭૫ મીટર જેટલુ હોય છે.નર કરતા માંદા સાંપની લંબાઈ વધુ હોય છે.તેન રંગમાં વિશેષતા જોવા મળે છે.તેના શરીરની ઉપરની ત્વચા કાળા સાથે ચળકતા પીળા રંગની હોય છે અને સાથે તેના શરીર ઉપર  કાળા અને સફેદ કલરની વિવિધતાવળી પેટર્ન બનેલી હોય છે. જેથી તેને નામ ચૅકર કીલબેક નામથી ઓળખવામાં આવે છે.તેના શરીરની નીચેની ત્વચા ચળકતા સફેદ રંગની હોય છે.તેની બન્‍ને આંખો ગર્દનથી અલગ તરી આવે છે.

સામાન્ય રીતે આ સાપ નદી,તળાવ,નાન ઝરણા,છીછરા કુવાઓ તથા ડાંગરના ખેતરોમાં જોવા મળે છે.દિવસ દરમ્યાન તે પાણીમાં જ રહે છે અને શિકાર કરે છે.રાતે વધુ સક્રિય હોય છે.રાતે પાણીમાંથી બહાર આવીને નદી કિનારે કે તળાવોના કિનારે રહેતા નાના જીવોનો શિકાર કરે છે. તેનો ખોરાક સામાન્ય રીતે દેડકા,નાની માછલીઓ ,વગેરે જેવા પાણીમાં રહેતા જીવ છે.તે પોતાના શિકારને આખો જ ગળી જાય છે.ઉપરના જબડામાં મોઢાની અંદરની તરફ વળેલા બે તિક્ષ્ણ દાંત હોય છે.જેથી તે સરળતાથી શિકારને ગળી શકે છે.

અંગત સગ્રહ/ઈ મેલમાંથી

તેની ગર્દન લચિલી હોય છે..ઘણી વખત કોબ્રા અને ચૅકર કીલબેકને ઓળખવો મુશ્કેલ પડે છે.જો કે તે કોબ્રા જેટલો આક્રમક સાપ નથી.તેનો સ્વાભવ વિનમ્ર હોવાથી સળતાથી પકડી શકાય છે.માદા સાપ એક વખતે ૨૦ થી ૪૦ ઈંડા મૂકે છે.માદા સાપ  ઉંદરના દરમાં તથા અન્ય દિવાલ કે વૃક્ષમાં દર હોય ત્યાં ઈંડા મૂકે છે.ઈંડા મૂક્યાના ૬૦ થી ૭૦ દિવસ પછી બચ્ચાનો જન્મ થાય છે.જન્મેલા શિશુની લંબાઈ આશરે ૧ ફૂટ જેટલી હોય છે.

Don’t Kill,Just Call

%d bloggers like this: