'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

ભારતીય રસેલ વાઈપર (ઝેરી સાપ)

મને  કોબ્રા પછી રસેલ વાઈપર સૌથી વધુ પ્રિય છે.તેનું મુખ્ય કારણ તેનું રંગરૂપ છે.સૌથી વધુ વખત રિસ્ક્યુડ કરેલા સાપમાં રસેલ વાઈપર મોખરે છે.તો ચાલો થોડો પરિચય કરીયે રસેલ વાઈપરનો.

રસેલ વાઈપર એ વાઈપર  પ્રજાતીનો જ એક સાંપ છે.   ડૉ.પેટ્રીક રસેલ નામના વિજ્ઞાનીકે સૌપ્રથમ આ સાપની ઓળખાણ આપી હતી.તેથી તેનું નામ રસેલ વાઈપર રખાયુ.રસેલ વાઈપર ભારતીય ઉપમહાદ્વિપ તથા તાઈવાન,ચાઈના,શ્રીલંકા,પાકિસ્તાન,બાગ્લાદેશ તથા દક્ષિણ પૂર્વ એશિયાના મોટાભાગના દેશોમાં જોવા મળે છે.રસેલ વાઈપરને જુદી જુદી ભાષા મુજબ જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.રસેલ વાઈપર તેનું વિજ્ઞાનીક નામ છે. તેના રંગરૂપને આધારે ગુજરાતીમાં તેને ચિતાડો કે ખાડ ચિતાડો કહેવાય છે.રસેલ વાઈપર એક ઝેરી સાપ છે.ભારતમાં જોવા મળતા ઝેરી સાપો માં રસેલ વાઈપર કોબ્રા પછી બીજા નંબરે આવે છે.

ફોટો - ઈ મેલ

રસેલ વાઈપરની લંબાઈ  ૧ મીટર થી ૧.૫ મીટર સુધી હોય શકે.તેના મોંઢાનો આકાર ત્રિકોણીય અને નુકીલો હોય છે.તેના મોઢા પર નુકીલુ અને અણીદાર દાંત જેવુ હોય છે.તેની લંબાઈ ૧૦૨૫ મી.મી થી ૧૦૭૦ મી.મી ની વચ્ચે હોય છે. તેની પૂંછડી નાના કદની હોય છે.તેની પૂંછડીની લંબાઈ આશરે  ૨૧૨ મી.મી થી ૨૨૫ મી.મી જેટલી હોય છે.તેનો રંગ વિચિત્ર છે.સામાન્ય રીતે તેનો રંગ ઘાટો ઘઉંવર્ણો (બ્રાઉન) , ઘઉંવર્ણો -પીળો  કે ઘઉંવર્ણો-ભૂખરો (ગ્રે) તથા તેના પર કાળા અથવા બ્રાઉન રંગના ઈંડા આકારના કાળા અથવા સફેદ રંગની બોર્ડર વાળા ડાઘા હોય છે.આ ઈડા આકારના ડાઘા રસેલ વાઈપર પૂંછડી તરફ  વધુ ઘટ્ટ થતા જાય છે.તેથી પૂંછડી પાસે પટ્ટાઓ દેખાય છે.રસેલ વાઈપરના આવા રંગરૂપને આધારે સામાન્ય માણસ પણ ઓળખી જાય છે.તેના બચ્ચાનો રંગ નારંગી અને કાળા કે બ્રાઉન ડાઘાવાળો  હોય છે.

સામાન્ય રીતે રસેલ વાઈપરનું કોઈ નિશ્ચિત રહેઠાણ નથી.પણ વર્ષાવનો,ખુલ્લા તથા ઘાસવાળા મેદાનો,જંગલોમાં જોવા મળે છે.શહેરમાં લાકડાની વખાર , ઉકરડા કે જુનો કચરો હોય તેવી જગ્યા પર જોવા મળે છે.હું જે જગ્યાએ રહું છુ તે  વિસ્તારમાં ઘણી લાકડાની વખારો છે.તેથી રસેલ વાઈપર સાથે અવારનવાર મુલાકાત થતી હોય છે.ઊંચાઇ વાળા શહેરો,ગામડાઓ કે કસ્બાઓમાં તેનું અસ્તિત્વ વધુ જોવા મળે છે.રસેલ વાઈપર માનવ સમુદાયના સૌથી નજીક રહેતો સાપ છે.તેથી બીજા ઝેરીલા સાપોની તુલનામાં સૌથી વધુ મૃત્યુ રસેલ વાઈપરના દંશને કારણે થાય છે.

ફોટો - તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૧૦

રસેલ વાઈપર ખુબ જ આક્રમક સાપ છે.કોબ્રા પોતાની વિશિષ્ટ મુદ્રાથી પ્રતિબંધીને ચેતવણી આપે છે.પણ રસેલ વાઈપર પોતાની પૂંછથી કઈક અલગ જ પ્રકારનું કંપન ઉત્પન કરે છે.જેનો અવાજ સરળતાથી સંભળી શકાય છે.રસેલ વાઈપરના વિશિષ્ટ શરીર રચનાને કારણે ખુબ જ તેજ આક્રમણ કરે છે.રસેલ વાઈપરને ખતરાનો અનુભવ થતા પોતાના શરીરને સ્પ્રિગની જેમ સંકેલી લે છે. અને અચાનક જ આક્રમણ કરે છે.સામાન્ય રીતે રસલ વાઈપર રાતના સમયે વધુ સક્રિય હોય છે.પણ ઠંડીના મૌસમમાં પોતાના વ્યવહારમાં પરિવર્તન કરે છે અને દિવસે વધુ સક્રિય થઈ જાય છે.બધા સાપોની જેમ રસેલ વાઈપર પણ નાના સ્તનવર્ગના જીવ દાં.ત ઉંદર,ખિસકોલી,કાચિંડો,ગરોળી વગેરે..નો શિકાર કરે છે.સામાન્ય રીતે રસેલ વાઈપરનો પ્રજનનકાળ જુન-જુલાઈનો  હોય  છે.માંદા રસેલ વાઈપર છ મહિના સુધી ગર્ભ ધારણ કરે છે.માંદા રસેલ વાઈપર એક વખતની પ્રસુતિ વખતે ૧૧ થી ૪૦ ઈંડા મુકે છે.જન્મેલા રસેલ વાઈપરની લંબાઈ આશરે ૨૧૫ થી ૨૭૦ મી.મી હોય છે.

ફોટો - ૧૨ જાન્યુઆરી ૨૦૧૦

રસેલ વાઈપરનો દંશ ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે.તેની વિષગ્રંથીમાં હેમોટોક્સિક ઝેર હોય છે.તે દંશ મારફ્તે ખુબ જ વ્યાપક પ્રમાણમાં ઝેર છોડે છે.તેની વિષગ્રંથીમાં ૧૫૦ થી ૨૫૦ મિ.ગ્રા ઝેરની માત્રા હોય છે માણસના મૃત્યુ માટે  ૪૦ થી ૬૫ મિ.ગ્રા ઝેરની માત્રા  જ બસ પડે.શરીરના જે ભાગમાં સાપ કરડ્યો હોય તે ભાગમાં ખુબ જ પીડા અને બળતરા થાય છે.ધીરે ધીરે તે ભાગમાં સોજો આવતો જાય છે.રક્તવાહીનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. આવા લક્ષણ સાપ દંશની ૧૦ થી ૨૦ મીનિટમાં શરુ થઈ જાય છે.સમયની સાથે માંસપેશીઓ નિષ્ક્રિય થવા લાગે છે.કેટલીક વખત ઉલ્ટી થવી અને ચેહેરા ઉપર સોજા આવી જવા ..તેવા લક્ષણો પણ દેખાય છે.જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવન બચી શકે છે.

ગર્જના:- રસેલ વાઈપરની ત્વચા વિશિષ્ટ આકર્ષણ ધરાવતી હોવાથી તેનો શિકાર થતો હોય છે.તેની ચામડીનો વપરાશ હેન્ડ બેગ,પટ્ટો,પાકિટ વગેરે જેવી વસ્તુઓ બનાવા માટે થતો હોય છે.મનુષ્યના અસંતોષની કિંમત રસેલ વાઈપર જેવા જીવો ચૂકવી રહ્યા છે.

Don’t Kill ,Just Call

Advertisements

6 responses to “ભારતીય રસેલ વાઈપર (ઝેરી સાપ)

 1. Dilip Gajjar ગુરુવાર,29 એપ્રિલ, 2010 પર 3:45 પી એમ(pm)

  રાજ્નીભાઈ, ખુબ માહિતિ મળી રસેલ વાઈપર વિષે..મજા આવી..આપની વાત સાચી..માણસ પોતાનો મૂલભૂત શ્વભાવ પણ ભૂલ્યો છે..જિવો અને જિવવા દો ..અન્ય પ્રાણીઓ તો જાને નકામા ને ખાઇ જવા માટે જ માને છે..આપને અભિનંદન અને આભાર મારા બ્લોગ પર પધારવા..

 2. મહેર એકતા શુક્રવાર,30 એપ્રિલ, 2010 પર 1:36 એ એમ (am)

  રજનીભાઇ, ખુબ માહિતીપ્રદ લેખ. આટલી સરસ માહિતી સાપ વિશે આપી છે, શાથે શક્ય બને તો, આ સર્પદંશ થયા પછી તુરંત, પ્રાથમિક, (દવાખાને પહોંચતા સુધીમાં) શું સારવાર આપવી યોગ્ય રહે તે બાબતે પણ થોડી વિગતો જણાવશો તો ઘણું સેવાનું કાર્ય થશે. સુંદર બ્લોગ અને ઉમદા વિચારો. આભાર. — અશોક.

  • રાજની ટાંક શુક્રવાર,30 એપ્રિલ, 2010 પર 9:31 એ એમ (am)

   આભાર,
   અમે કોઈ પણ સાપ રિસ્ક્યુડ કરવા માટે જઈએ ત્યાંરે અમારા પાસે સ્નેકવિનમનું ઇન્જેક્શન હોય જ છે.પણ સામાન્ય માણસની વાત કરીયે તો ,ગામડાઓમાં સર્પદંશના કિસ્સાઓ વધુ જોવા મળે છે.સર્પદંશનો મૃત્યુઆંક પણ વધુ છે.જેનું મુખ્ય કારણ સર્પદંશ બાદ ભૂવા-ઢોંગી ધૂતારાઓ પાસે લઈ જતા હોય છે.પણ આવી અંધશ્રદ્ધામાં ન પડતા સાપ કરડે એટલે સૌથી પહેલાં તો જે જગ્યાએ સાપ કરડ્યો હોય ત્યાં પાટો બાંધી દેવો. દર અડધા કલાકે પાટો ખોલી તેની જગ્યા બદલતા રહેવું જેથી ઝેર ફેલાય નહીં. કોઇ પણ પ્રકારના પ્રયોગો કર્યા વિના સૌથી પહેલાં દર્દીને દવાખાને લઇ જવો.સાપ કરડવાથી શરીરના અલગ અલગ ભાગને અસર થતી હોય છે. ઘણાં સાપનું ઝેર ચેતાતંત્રને અસર કરે છે તો ઘણાં સાપનું ઝેર લોહીની નળી તોડી નાખે છે.

 3. Bhupendrasinh Raol શુક્રવાર,30 એપ્રિલ, 2010 પર 2:23 પી એમ(pm)

  શ્રી રજનીભાઈ,
  નાગપંચમી ના દિવસે દૂધ એનો ખોરાક ના હોવા છતાં પરાણે મદારીઓ દ્વારા દૂધ પીવડાવવામાં આવતા ભારત માં ૮૦,૦૦૦ સાપ મરી જાય છે.નાગપંચમી એ નાગ ની પૂજા કરતા નાગ નો મૃત્યુ દિન વધારે બની જાય છે.આ નાગપંચમી જો આવું થતું હોય તો ઉજવવાની બંધ કરવી જોઈએ.સાપ વિષે પ્રજામાં જાગૃતિ લાવવી જોઈએ,ખાસ તો ગામડામાં.નાગપંચમી નો મતલબ ઇકોલોજી નું બહુમાન કરવાનું.એના બદલે મુરખો ઇકોલોજી નું સત્યાનાશ વાળે છે.આપના બ્લોગ થી પર્યાવરણ ની સેવા થાય છે.

 4. પ્રતીક ઝોરા શુક્રવાર,23 જુલાઇ, 2010 પર 1:20 પી એમ(pm)

  સરસ માહિતી મળી…..પણ આ સાપને મોઢેથી બને ત્યા સુધી ન પકડવો જોઇએ કેમ કે જરાક પણ ભુલ થાય તો આ એના પોતાના ઉપલા જડબામા રહેલા બે દાંતથી એની ને એની જ ખોપરી વીંધીને આપણા હાથ સુધી દાંત પહોચાડી આપણ ને ડંખ મારે છે…

  આ અનુભવ મારા એક મિત્રને થઇ ગયો છે….

  જોયુ ને કેટલો આક્રમક હોય શકે આ રસલ્સ વાઇપર ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: