'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

રેડ સેન્ડ બોઆ/ આંધળી ચાકણ (બિનઝેરી સાપ)

ફોટો : હિમલ મેહતા

(સરિસૃપ)રેપ્ટાઈલ વર્ગ એટલે કે પેટ વડે ઘસડાયને ચાલતા પ્રાણીઓના વર્ગમાં રેડ સેન્ડ બોઆનો સમાવેશ થાય છે. રેડ સેન્ડ બોઆ અંગેજી નામ છે.ગુજરાતીમાં આંધળી ચાકણ તરીકે ઓળખવામાં આવા છે. સ્થાનીય કે ચોખ્ખી અને સરળ ભાષામાં ‘બે મોઢાવાળા સાપ’ તરીકે ઓળખવામાં આવે છે. મદારીઓ, ભૂવાઓ,તાંત્રિકો પાસે આંધળી ચાકણ ઘણી વખત જોઈ હશે…! રેડ સેન્ડ બોઆ બિનઝેરી છે.તેના કરડવાથી કોઈ હાનિ થતી નથી.રેડ સેન્ડ બોઆ પાકિસ્તાન,ભારત,નેપાળ તથા દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.ભારતમાં રેડ સેન્ડ બોઆ સૌથી વધૂ જોવા મળે છે.ભારતમાં તમિલનાડુ ,આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા ઉત્તર-પશ્ચિમના  મોટાભાગના સુકા વિસ્તારોમાં જોવા મળે છે.

રેડ સેન્ડ બોઆની લંબાઈ આશરે ૨.૪૫ ફૂટ જેટલી હોય છે.ઘણી વખત ૧ મીટર (૩.૨૫ ફૂટ) સુધીની લંબાઈ ધરાવાતી રેડ સેન્ડ બોઆ પણ જોવા મળે છે.રેડ સેન્ડ બોઆના શરીરનું બંધારણ સામન્ય  હોય છે.તેની પૂંછડી લગભગ મોઢા જેવા આકરાની હોય છે અને મોઢુ કાચડી-ભિંગડાવાળુ તથા એક ચોક્ક્સ પ્રકારની પૅટર્ન ધરાવે છે.તેનું મોઢું પાવડાના આકાર જેવું  હોય છે.જેથી તેનું મોઢુ તથા પૂંછડી એક સમાન લાગે છે.જે રેડ સેન્ડ બોઆને ઓળખાવાનું સરળ માધ્યમ છે. રેડ સેન્ડ બોઆની શરીરની ત્વચના રંગમાં વૈવિધ્ય જોવા મળે છે.રેડ સેન્ડ બોઆના શરીરનો રંગ રાતો-ઘઉંવર્ણો, ભૂખરો તથા  પીળાશ પડતો કાળો હોય છે.તેનો સ્વભાવ વિનમ્ર છે. રેડ સેન્ડ બોઆ  આળસુ જીવ છે. ખતરાનો અનુભવ થતા શરીરને સર્પિલ આકાર આપે છે એટલે કે પોતાના શરીરને ગોળ વીંટીને મોઢાને છૂપાવી લે છે અને પૂંછડીને ઊંચી કરીને પ્રતિબંધીને ચેતવણી આપે છે.

ફોટો - જાવેદ અલી

તેનું રહેઠાણ સૂકા વિસ્તારો,રણપ્રદેશ,પથરીલા મેદાનો વગેરે સૂકા વિસ્તારો છે.રેતાળ તથા રણ કે સૂકા પ્રદેશોમાં  રેતી અને પથ્થરો પર તે સરળતાથી સરકી શકે છે.સમાન્ય રીતે રેતાળ પ્રદેશમાં દર બનાવી રહે છે.તેનો ખોરાક નાના સ્તન ધરાવતા પ્રાણીઓ છે.દાં.ત , ઉંદર,ખિસકોલી,સસલુ,છછૂંદર વગેરે..મોટેભાગે ઉંદરો તથા છછૂંદરોના દરોમાં જઈને શિકાર કરે છે. માદા રેડ સેન્ડ બોઆ જૂનની આસપાસ બચ્ચાને જન્મ આપે છે.માંદા રેડ સેન્ડ બોઆ એક વખતની પ્રસુતિ દરમિયાન  ૬ થી ૯ બચ્ચાને જન્મ આપે છે.જન્મેલા બચ્ચાની લંબાઈ આશરે  ૨૨ સે.મી જેટલી હોય છે.

ભારતમાં આંધળી આસ્થાનો ભોગ બનેલું પ્રાણી એટલે ‘આંધળી ચાકણ’ (રેડ સેન્ડ બોઆ).તાંત્રિકો દ્વારા રેડ સેન્ડ બોઆની તસ્કરી ખૂબ વ્યાપક પ્રમાણમાં થતી હોય છે.તાંત્રિકોના માર્કેટમાં રેડ સેન્ડ બોઆનો ભાવ લાખો રૂપિયા બોલાય છે.જાણકારી અનુશાર તંદુરસ્ત તથા વજન વાળી રેડ સેન્ડ બોઆની કિંમત ૧૫ લાખ સુધી હોય શકે. જેમ રેડ સેન્ડ બોઆ તંદુરસ્ત અને વજન વાળી હોય તેમ તેની સારી કિંમત મળે છે.ઘણી વખત છાપાઓમાં અને ટી.વી ન્યૂઝ ચેનલોમાં એવી વાત પણ સાંભળી અને વાંચી છે કે, રેડ સેન્ડ બોઆના દલાલો  હોય છે,જે રેડ સેન્ડ બોઆનો વજન વધારવા ઘરમાં રાખીને ઈંડા,ચીઝ, ઉંદર,છછૂદર જેવો ખોરાક આપે છે.જેથી વજનવાળી બોઆની સારી એવી કિંમત પણ મળે છે.રેડ સેન્ડ બોઆ સાથે થતી તાંત્રિક પ્રક્રિયા ભયભીત કરનારી હોય છે.

Advertisements

5 responses to “રેડ સેન્ડ બોઆ/ આંધળી ચાકણ (બિનઝેરી સાપ)

 1. અશોક મોઢવાડીયા મંગળવાર,8 જૂન, 2010 પર 12:58 એ એમ (am)

  રજનીભાઇ, આંધળી ચાકણ વિશે ઘણી જ અજાણી વાતો પ્રથમ વખત જાણવા મળી. આભાર.
  હવે તો વર્ષોથી મદારીઓ જોયા નથી, પહેલાં બહુ આવતા. તેઓ આ સાપને ’બે મોઢાળી બંબોઇ’ કહેતા. સાંભળ્યું છે કે તેઓ આના પુંછડી તરફના ભાગે અણીદાર વસ્તુથી ખોતરી અને ખાડા જેવું કરી તેમાં મીણ ભરી અને આંખ બનાવતા.

 2. Ramesh Patel શનિવાર,3 જુલાઇ, 2010 પર 1:57 એ એમ (am)

  વન્ય સૃષ્ટિને ગુજરાતી ભાષામાં રસપ્રદ માહિતી સાથે પ્રસ્તુત

  કરવા માટે ધન્યવાદ.મદારી અને ખેતરોની વાડ કે કોતરોમાં ઘૂમતાં

  આંધળી ચાકણને જોઈ છે.સૃષ્ટિના બેલેન્સની અદભૂત વ્યવસ્થા કુદરતે

  કરી છે.એકવાર દરિયાઈ વનસ્પતિ પર જીવતી નાની માછલીઓ

  એટલી વધી ગઈ કે એ વનસ્પતીના અભાવમાં તે જાતી લુપ્ત થવા

  લાગી અને તેનો આહાર કરી જીવતી બીજી પ્રજાતીઓ પણ નામશેષ

  થવા લાગી. સમતોલન તરફ આપના પ્રયાસો અભિનંદનને પાત્ર છે.

  કુદરતના કામમાં અડચણો ઓછી કરીએ ને સુખી રહીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. વિવેક દોશી શુક્રવાર,23 જુલાઇ, 2010 પર 12:55 એ એમ (am)

  ઝેરી નથી તો…ય
  મને તો ફોટો જોઈ ને જ બીક લાગે છે જેને ફોટા પાડ્યા તેઓને બીક નહી લાગતી હોય..?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: