'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Monthly Archives: જૂન 2010

રેડ સેન્ડ બોઆ/ આંધળી ચાકણ (બિનઝેરી સાપ)

ફોટો : હિમલ મેહતા

(સરિસૃપ)રેપ્ટાઈલ વર્ગ એટલે કે પેટ વડે ઘસડાયને ચાલતા પ્રાણીઓના વર્ગમાં રેડ સેન્ડ બોઆનો સમાવેશ થાય છે. રેડ સેન્ડ બોઆ અંગેજી નામ છે.ગુજરાતીમાં આંધળી ચાકણ તરીકે ઓળખવામાં આવા છે. સ્થાનીય કે ચોખ્ખી અને સરળ ભાષામાં ‘બે મોઢાવાળા સાપ’ તરીકે ઓળખવામાં આવે છે. મદારીઓ, ભૂવાઓ,તાંત્રિકો પાસે આંધળી ચાકણ ઘણી વખત જોઈ હશે…! રેડ સેન્ડ બોઆ બિનઝેરી છે.તેના કરડવાથી કોઈ હાનિ થતી નથી.રેડ સેન્ડ બોઆ પાકિસ્તાન,ભારત,નેપાળ તથા દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.ભારતમાં રેડ સેન્ડ બોઆ સૌથી વધૂ જોવા મળે છે.ભારતમાં તમિલનાડુ ,આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા ઉત્તર-પશ્ચિમના  મોટાભાગના સુકા વિસ્તારોમાં જોવા મળે છે.

રેડ સેન્ડ બોઆની લંબાઈ આશરે ૨.૪૫ ફૂટ જેટલી હોય છે.ઘણી વખત ૧ મીટર (૩.૨૫ ફૂટ) સુધીની લંબાઈ ધરાવાતી રેડ સેન્ડ બોઆ પણ જોવા મળે છે.રેડ સેન્ડ બોઆના શરીરનું બંધારણ સામન્ય  હોય છે.તેની પૂંછડી લગભગ મોઢા જેવા આકરાની હોય છે અને મોઢુ કાચડી-ભિંગડાવાળુ તથા એક ચોક્ક્સ પ્રકારની પૅટર્ન ધરાવે છે.તેનું મોઢું પાવડાના આકાર જેવું  હોય છે.જેથી તેનું મોઢુ તથા પૂંછડી એક સમાન લાગે છે.જે રેડ સેન્ડ બોઆને ઓળખાવાનું સરળ માધ્યમ છે. રેડ સેન્ડ બોઆની શરીરની ત્વચના રંગમાં વૈવિધ્ય જોવા મળે છે.રેડ સેન્ડ બોઆના શરીરનો રંગ રાતો-ઘઉંવર્ણો, ભૂખરો તથા  પીળાશ પડતો કાળો હોય છે.તેનો સ્વભાવ વિનમ્ર છે. રેડ સેન્ડ બોઆ  આળસુ જીવ છે. ખતરાનો અનુભવ થતા શરીરને સર્પિલ આકાર આપે છે એટલે કે પોતાના શરીરને ગોળ વીંટીને મોઢાને છૂપાવી લે છે અને પૂંછડીને ઊંચી કરીને પ્રતિબંધીને ચેતવણી આપે છે.

ફોટો - જાવેદ અલી

તેનું રહેઠાણ સૂકા વિસ્તારો,રણપ્રદેશ,પથરીલા મેદાનો વગેરે સૂકા વિસ્તારો છે.રેતાળ તથા રણ કે સૂકા પ્રદેશોમાં  રેતી અને પથ્થરો પર તે સરળતાથી સરકી શકે છે.સમાન્ય રીતે રેતાળ પ્રદેશમાં દર બનાવી રહે છે.તેનો ખોરાક નાના સ્તન ધરાવતા પ્રાણીઓ છે.દાં.ત , ઉંદર,ખિસકોલી,સસલુ,છછૂંદર વગેરે..મોટેભાગે ઉંદરો તથા છછૂંદરોના દરોમાં જઈને શિકાર કરે છે. માદા રેડ સેન્ડ બોઆ જૂનની આસપાસ બચ્ચાને જન્મ આપે છે.માંદા રેડ સેન્ડ બોઆ એક વખતની પ્રસુતિ દરમિયાન  ૬ થી ૯ બચ્ચાને જન્મ આપે છે.જન્મેલા બચ્ચાની લંબાઈ આશરે  ૨૨ સે.મી જેટલી હોય છે.

ભારતમાં આંધળી આસ્થાનો ભોગ બનેલું પ્રાણી એટલે ‘આંધળી ચાકણ’ (રેડ સેન્ડ બોઆ).તાંત્રિકો દ્વારા રેડ સેન્ડ બોઆની તસ્કરી ખૂબ વ્યાપક પ્રમાણમાં થતી હોય છે.તાંત્રિકોના માર્કેટમાં રેડ સેન્ડ બોઆનો ભાવ લાખો રૂપિયા બોલાય છે.જાણકારી અનુશાર તંદુરસ્ત તથા વજન વાળી રેડ સેન્ડ બોઆની કિંમત ૧૫ લાખ સુધી હોય શકે. જેમ રેડ સેન્ડ બોઆ તંદુરસ્ત અને વજન વાળી હોય તેમ તેની સારી કિંમત મળે છે.ઘણી વખત છાપાઓમાં અને ટી.વી ન્યૂઝ ચેનલોમાં એવી વાત પણ સાંભળી અને વાંચી છે કે, રેડ સેન્ડ બોઆના દલાલો  હોય છે,જે રેડ સેન્ડ બોઆનો વજન વધારવા ઘરમાં રાખીને ઈંડા,ચીઝ, ઉંદર,છછૂદર જેવો ખોરાક આપે છે.જેથી વજનવાળી બોઆની સારી એવી કિંમત પણ મળે છે.રેડ સેન્ડ બોઆ સાથે થતી તાંત્રિક પ્રક્રિયા ભયભીત કરનારી હોય છે.

Advertisements

સુરખાબ (Flamingo)

ગુજરાતીમાં સુરખાબ નામથી ઓળખાતા આ પક્ષીનું અંગ્રેજી નામ ફ્લેમિંગો છે. આ પક્ષી ચારણ પ્રક્રિયાથી ખોરાક મેળવવાની વિશિષ્ટ પદ્ધાતિ ધરાવે છે.જેમાં તે કિચડમાં પોતાની લાંબી  ડોકને નીચેની બાજુ ઉંધી વાળીને પાણીની સપાટી ઉપરથી નાની વનસ્પતિ તેમજ જીવાતો મેળવે છે. હંમેશા સમુહમાં જોવા મળે છે.

લંબાઈ    : ૧૪૦ સેં.મી

વજન      : લગભગ ૨ થી ૩ કિલોગ્રામ

વસવાટ  : ખારા પાણી,લગુન ,ભાંભરા પાણીમાં

ખોરાક     : નાની વનસ્પતિ અને પ્રાણીઓને પાણીમાંથી ચાંચ વડે અલગ કરીને ખાય છે.

પ્રજનન  : માદા સુરખાબ  ૧ – ૨ ઈંડા મૂકે છે.જેને બન્‍ને મળીને ૨૮ થી ૩૦ દિવસ સુધી સેવે છે.

ફેલાવો    : એશિયા, આફ્રિકા તથા યુરોપના મોટા ભાગના દેશોમાં

વધૂ જાણકારી માટે વિકિપીડિયાનું પાનું જૂવો.

%d bloggers like this: