'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

ભામફોડી અથવા કાકરાકોટ (બિનઝેરી સાપ)

ભામફોડી

ભામફોડી અથવા કાકરાકોટને અંગ્રેજીમાં અનુક્રમે Common Send Boa અથવા Russell’s Earth Boa કહેવાય છે.અન્ય વિસ્તારો અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.ભામફોડીનું વૈજ્ઞાનિક નામ Eryx conicus છે. અહીં ભામફોડી શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.ભામફોડીનો સમાવેશ પેટ પડે ઘસડાઇને ચાલતા (સરીસૃપ) પ્રાણીઓના વર્ગમાં થાય છે.ભામફોડી બિનઝેરી સાપ છે .

ભામફોડી એશિયામાં ભારત,પાકિસ્તાન અને બાગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.ભારતમાં આસામ અને બંગાળના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે.તેની લંબાઈ આશરે ૫૦ સે.મી જેટલી હોય છે.જ્યાંરે વધૂમાં વધૂ લંબાઈ ૧ મીટર સુધી હોય શકે છે.સામાન્ય રીતે નર કરતા માદા ભામફોડીની લંબાઈ વધૂ હોય છે.ભામફોડીના શરીરનું બંધારણ આંધળી ચાકણ જેવું જ હોય છે.તેના મોઢાનો આકાર નજીવો ત્રિકોણીય હોય છે.મોઢાથી પૂછડી સુધીનું શરીર એક સરખુ દેખાતુ હોય છે.જેથી તેનું મોઢુ તથા પૂંછડી એક સમાન લાગે છે.ભામફોડીની ત્વચા પીળાશ પડતી સફેદની સાથે ઘઉંવર્ણી હોય છે.તેના પર ઘઉંવર્ણી તથા કાળાશ પડતી ગોળ પેટર્ન હોય છે.જેથી તે ખાડ ચિતાડા (Russell’s Viper) સાપ જેવી દેખાઈ છે.એટલા માટે ઘણા વિસ્તારોમાં Russell’s Earth Boa તરીકે ઓળખવામાં આવે છે.કેટલાક વિસ્તારોમાં અજગરના બચ્ચા (Baby Python) તરીકે પણ ઓળખવામાં આવે છે

ભામફોડી

તેનું રહેઠાણ રેતાળ તથા પથ્થરાળ પ્રદેશોમાં હોય છે.આંધણી ચાકણની જેમ ભામફોડી પન ખૂબ જ આળસુ હોવાથી ઉંદરોના દરમાં જઈને રહે છે.તેનો સ્વાભવ વિનમ્ર છે.તે એક નિશાચર પ્રાણી છે.એટલે કે મોટેભાગે રાત્રીના સમયે દરમાંથી બહાર નિકળે છે અને શિકાર કરે છે.તે ઉંદર, સસલું, ખિસકોલી,દેડકા વગેરે વર્ગના સ્તન્યપ્રાણીનો શિકાર કરે છે.આંધળી ચાકણની જેમ ભામફોડી પણ ખતરાનો અનુભવ થતા શરીરને સર્પિલ આકાર આપે છે એટલે કે પોતાના શરીરને ગોળ વીંટીને મોઢાને છૂપાવી લે છે અને પૂંછડીને ઊંચી કરીને પ્રતિબંધીને ચેતવણી આપે છે.

ભામફોડી જૂન-જૂલાઈમાં લગભગ ૩ થી ૧૨ બચ્ચાને જન્મ આપે છે.જન્મેલા બચ્ચાની લંબાઈ આશરે ૧૨ સેમી. જેટલી હોય છે.જન્મેલા બચ્ચાની ત્વચાનો રંગ ગુલાબી પેટર્ન વાળી હોય છે.માદા ભામફોડીને પરિપક્વ થવા માટે લગભગ ૩ થી ૪ વર્ષ લાગે છે,જ્યાંરે નર ભામફોડીને પરિપક્વ થવામાં લગભગ ૨ થી ૩ વર્ષ લાગે છે.

ભામફોડી અદ્‍ભુત ત્વચા ધરાવતી હોવાથી મોટાભાગે ત્વચા માટે શિકારનો ભોગ બને છે.ભારતમાં ઘણા લોકો એમ પણ માને છે કે ભામફોડીના કરડવાથી કે જીભ અડવાથી ચામડીનો લાઈલાજ રોગ થાય છે.હકીકતમાં આવુ કશું થતુ નથી.ભામફોડીના વિશિષ્ટ રૂપને કારણે લોકોમાં માન્યતાઓ ફેલાયેલી છે.

Advertisements

4 responses to “ભામફોડી અથવા કાકરાકોટ (બિનઝેરી સાપ)

  1. sujit chovatiya સોમવાર,2 ઓગસ્ટ, 2010 પર 11:07 પી એમ(pm)

    રજંનીભાઇ સુદર અને સારી એવી જણકારી આપી ખુબ ગમી બેઠા બેઠા જાણકારી મળે છે. ધન્યવાદ
    આમ તો આવા સાપ ના નામ પણ કયારે કાને નથી પડ્યા

  2. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ સોમવાર,23 ઓગસ્ટ, 2010 પર 2:37 પી એમ(pm)

    સુંદર ફોટો અને લખાણ. જીણવટભર્યું ઉપયોગી લખાણ.
    રજનીભાઈ, અડી રો માં પેજ ઉમેરવા શું કરવું?(હોમ,દફ્તાખાનું, કોપીરાઈટ વાળી લાઈનમાં)

  3. Madhav / Harshad રવિવાર,12 સપ્ટેમ્બર, 2010 પર 5:38 પી એમ(pm)

    રજનીભાઇ તમારૂ અભ્યારણ્ય મને પસન્દ પડ્યુ છે. અને ખાસ કરી ને હેડર નુ એનીમેશન.

    Madhav
    http://www.iharshad.wordpress.com

  4. મયુર (ગુજરાતીસંસાર) શનિવાર,27 નવેમ્બર, 2010 પર 7:47 પી એમ(pm)

    તમે સરસ માહીતી આપો છો…
    તમારા લેખ જોવાનું ચાલુ જ છે..
    ટેક્નોલોજીમાં રસ ધરાવતા હો તો ગુજરાતીસંસાર પર પધારી શકો છો.
    http://gujaratisansar.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: