'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Monthly Archives: માર્ચ 2010

નક્કી માનવ નજીક વસતો હશે………

(રતન મહાલ પાર્ક)-રાજપીપળા,ગુજરાત

જંગલ આખુ ડોલે, તમરા ના લયબદ્ધ ગુંજન થી,
ધીમેથી થયું ગુંજન શાંત, નક્કી માનવ નજીક વસતો હશે;

ઊંચા ભરાવદાર વૃક્ષો, ને ચાલવાની ન ક્યાંય જગ્યા,
અચાનક દુર દીઠી એક કેડી, નક્કી માનવ નજીક વસતો હશે;

તંદુરસ્ત થડ, જુવાન ડાળી, ને નવપલ્લીત કુમણા પર્ણ,
તાજા કુહાડી ના ઘાવ દીસે, નક્કી માનવ નજીક વસતો હશે;

કુણા નાજુક પત્તા મુજ ગાલે ફરે, જાણે સજની નો હાથ,
ચવાયેલું ઘાંસ, ઘુઘરી ના નાદ, નક્કી માનવ નજીક વસતો હશે;

દુર થી લહેરાતી ઠંડી હવા,ગગનમાં ભર્યો પક્ષી નો કલરવ,
શ્વાન નો ભસવાનો અવાજ , નક્કી માનવ નજીક વસતો હશે;

પનરવો, બોરસલી ને વાંસ કેરા ફૂલ ની મહેકતી સુગંધ ચોમેર,
ચડે ઉંચે ધૂમ્રસેર કુટીર માંથી, નક્કી માનવ નજીક વસતો હશે;

નદી નાળા ને સરોવર માં જળ ભર્યા દૂધ સા ચોખ્ખા ને મીઠાં,
દુષીત નાળા ને દુર્ગંધ ઘણી, નક્કી માનવ નજીક વસતો હશે;

-ભરત મકવાણા મિત્ર

અંધશ્રદ્ધાનો વિષય


વિજ્ઞાનિકો ગ્રહોની પાછળ ભાગે છે એટલે કદાચ ગ્રહો જ્યોતિષશાસ્ત્રીઓની પાછળ ભાગે છે..

મગરમચ્છની રોમાંચક દુનિયા

ઓસ્ટ્રેલિયાના સ્ટીવ ઇરવિને પ્રકૃતિના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ જોખમમાં મૂકી દીધું હતું. તેનું દિલ વન્ય પ્રાણીના રક્ષણ માટે ધબકતું હતું અને જે તેના પ્રત્યેના પ્રેમની ખાતર જ જીવ્યો અને મર્યો. 1992માં તેણે `ધ ક્રોકોડાઇલ હન્ટર’ નામે એક ટીવી કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં  તે એટલો લોકપ્રિય થઇ ગયો કે લોકો તેને જ `ક્રોકોડાઇલ હન્ટર’ તરીકે ઓળખવા લાગ્યા.

નવ વર્ષની વયે જ તેણે મગરમચ્છ પકડ્યો હતો. તે વિકરાળ મગરમચ્છને આસાનાથી વશ કરી શકતો હતો. 13 ફૂટ લાંબા મગરમચ્છ સાથે ખેલ પણ કરી લેતો હતો. થોડા વર્ષ પહેલાં સમુદ્રના પાણીમાં તે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે દરિયાઇ માછલી સ્ટિંગરે તેને છાતીમાં ડંખ માર્યો અને તેનું મૃત્યુ થઇ ગયું. તેણે એકવાર કહેલું કે, `કેમેરાનો રોલ હંમેશા ફરતો રહે, ત્યાં સુધી કે વિશાળકાય મગર મને ચાવતો હોય ત્યારે મરતાં પહેલાં પણ હું મને જતો જોવા ઇચ્છું છું.’
સ્ટીવ ઇરવિન જેટલા આપણે બહાદુર નથી. મગરમચ્છનું નામ સાંભળતાં જ શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઇ જાય છે. આ કાળા ભૂખરા રંગના વિશાળકાય પ્રાણીના મોટા ડરામણાં જડબાં અને તીક્ષ્ણ ધારદાર દાંતો જોઇને જ મનુષ્યના છક્કા છૂટી જાય છે. લગભગ ર0 કરોડ વર્ષોથી મગરમચ્છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. એક સમયે ડાયનોસોર સાથે શિકાર ખેલનાર મગર હજુ હયાત છે. જ્યારે ડાયનોસોર આ પૃથ્વીમાંથી અદ્શ્ય થઇ ગયા છે. તે જમાનામાં પાણીને બદલે જમીન પર વિચરણ કરતા હતા. કાળક્રમે શરીર રચનામાં પરિવર્તન આવ્યું અને તેને પાણીમાં રહેવાની ફરજ પડી. મગરમચ્છની ર0 જાતો મળી આવે છે. આપણા દેશમાં ત્રણ જાતો છે. મીઠા પાણી અને ખારા પાણીમાં રહેનારા મગરમચ્છ અને ત્રીજી જાત છે ઘડિયાળની. મગર જેટલી સરળતાથી પાણીમાં સરકે છે તેટલી જ આસાનીથી જમીન પર પણ ફરે છે. ઇંડાં મૂકવા તેને જમીન પર જ આવવું પડે છે. તે પેટને સહારે ચાલે છે. તેનું આયુષ્ય 100 વર્ષનું છે, પરંતુ તે સરેરાશ 30 થી 35 વર્ષ જેટલું જીવે છે. તેનું ઓછામાં ઓછું વજન પ00 કિલો હોય છે. કેટલીક જગ્યાએ 1000 કિલોના મગર મળી આવે છે. એકવાર શિકાર ખાધા પછી લાંબા સમય સુધી કંઇ ખાવાની જરૂર પડતી નથી. તેની ઊંચાઇ 3 ફૂટથી 15 ફૂટ સુધી હોય છે. કોઇ જગ્યાએ તો ર3 ફૂટના મગર મળી આવ્યા છે.
વિષ્ણુપુરાણની ગજગ્રાહની એક કથા છે. એક હાથી ભગવાન વિષ્ણુનો પરમભક્ત હતો. એકવાર તે નદીમાં સ્નાન કરી રહ્યો હતો, ત્યારે તેના એક શત્રુ મગરમચ્છે તેનો પગ પોતાના તોતિંગ જડબામાં જકડી લીધો. હાથીમાં છૂટવા માટે ખૂબ ધમપછાડા કર્યા પરંતુ તે પગ છોડાવી શક્યો નહીં. પગમાંથી લોહીની ધાર વહેવા લાગી. તેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હવે પોતાનો અંતકાળ નજીક લાગ્યો ત્યારે પોતાના પ્રાણીની રક્ષા માટે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. ભગવાને ગરુડ પર સવાર થઇને તરત જ પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી મગરનો વધ કરીને હાથીને જીવતદાન આપ્યું. `મગરના આંસુ’, `પાણીમાં રહેવું અને મગર સાથે વેર’ વગેરે કહેવતો આપણામાં જાણીતી છે.
મગરમચ્છને માછલી ખૂબ ભાવે છે. એટલે જ તેનું નામ મગરમચ્છ રાખવામાં આવ્યું છે. પક્ષીઓ અને દરેક પ્રકારના સસ્તન જીવોને તે ખાય છે. મોં ખુલ્લું રાખીને સૂર્યસ્નાન લેવું તેને ખૂબ ગમે છે. સામાન્ય રીતે તે ટોળામાં રહે છે. તેની સૂંઘવાની, જોવાની તથા સાંભળવાની ક્ષમતા ગજબની હોય છે. તેના કાન પર એક કવર હોય છે, જેને લીધે તરતી સમયે પાણી કાનમાં પ્રવેશ કરી
શકતું નથી.
મગરમચ્છ એકબીજા સાથે વાત કરવા માટે અજીબોગરીબ અવાજ કાઢે છે. કેટલીક જાતિઓ તો વીસ પ્રકારના અલગ અલગ અવાજ કાઢી શકે છે. પોતાના સાથીઓ સુધી સંદેશ પહોંચાડવા માટે ધીમેથી બોલે અથવા હિસ્સ અવાજ કાઢે તો સમજી લેવું કે તે પોતાના સાથીઓને દુશ્મનોથી ચેતવે છે. જોરથી બોલે તો સમજી લેવું કે તે સાથીઓનો તરત જ સંપર્ક સાધવા માગે છે.
ઉપરની હાથીની કથા સાંભળીને મનુષ્યે પોતાના મનમાં મગર વિશે એક ખોટી માન્યતા બનાવી લીધી છે કે તે ખૂબ ભયાનક પ્રાણી છે. હકીકતમાં સરીસૃપ વર્ગના આ પ્રાણી સાપ્ની જેમ જ મનુષ્યથી ડરે છે. આપણને જોઇને તે ઊંડા પાણીમાં સરકી જાય છે. જ્યારે તે ખૂબ ભૂખ્યો હોય અને બીજું કંઇ ભોજન ન મળે ત્યારે જ મનુષ્ય પર હુમલો કરે છે. પ્રાચીનકાળથી જ મનુષ્ય મગરનો શિકાર કરતો આવ્યો છે. તેના ચામડાંમાંથી અનેક કિંમતી વસ્તુઓ બનતી હોવાથી તેનો આડેધડ શિકાર થઇ રહ્યો હતો. તેનું અસ્તિત્વ જોખમમાં હોવાથી 1972માં ભારતીય વન્યજીવ સંરક્ષણ કાનૂનની સૂચિમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિયમ મુજબ મગરમચ્છનો શિકાર અને તેના ઇંડાંને નષ્ટ કરનારને કડક સજા થઇ શકે છે.
એક જમાનામાં દેશની નદીઓ, સરોવરો તથા તળાવમાં મગરમચ્છ મોટી સંખ્યામાં રહેતા હતા. મગર અને ઘડિયાળને એક જ માનવામાં આવે છે. પરંતુ બંનેની શારીરિક રચનામાં થોડો ફરક છે. ઘડિયાળની સંખ્યા થોડી છે. તે સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા અને મહી નદીમાં જ મળી આવે છે. તે ઠંડા લોહીનું પ્રાણી હોવાથી દિવસના સમયે નદીના કિનારે સૂર્યના કિરણોથી પોતાના શરીરને ગરમ રાખે છે, તે રાતે પાણીમાં સરકી જાય છે. કારણ કે, રાતના સમયે જમીન કરતાં જળ વધુ હુંફાળું હોય છે.ઘડિયાળનું જડબું લાંબુ, પાતળું તથા ધારદાર હોય છે. આ જડબામાં ઉપર નીચે મળીને 108 દાંત હોય છે. આ દાંત જડબું બંધ કરવા છતાં બહાર રહે છે. જે આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ. તેના જડબાનો ચોથો દાંત મોટો હોય છે. આ જડબા દેખાવમાં ભયાનક લાગે છે. કદાવર ઘડિયાળના જડબાને માથે એક દડા આકારની રચના હોય છે. જે ઘડિયાળ જેવો લાગતો હોવાથી તેનું નામ ઘડિયાળ પાડવામાં આવ્યું છે. તે માછલીને પોતાના જડબા દ્વારા પકડે છે અને તેને ધીમે ધીમે ઉછાળીને મોં સુધી લાવે છે, અને મોં સુધી લાવ્યા પછી પોતાના પેટમાં ઉતારી દે છે. માછલાં ન મળે તો હરણ, બકરા, ઘેટાં, સાબર, શિયાળ, કાચબા વગેરેનો શિકાર કરે છે. એક નર ઘડિયાળ ચાર માદાઓ સાથે જાતીય સંબંધ રાખે છે. માદાને આકર્ષિત કરવા માટે બે નર ઘડિયાળ વચ્ચે યુઘ્ધ પણ થાય છે. ક્યારેક નબળા નરનું મરણ પણ નીપજે છે.
માર્ચ મહિનાના આખરમાં માદા પોતાના પ્રજનનની તૈયારી કરે છે. આ સમયે તે લગભગ એક મહિના સુધી દરેક રાતે પાણીમાંથી બહાર આવીને 15/ર0 મીટર દૂર રેતાળ તથા સલામત જગ્યાએ પોતાના પાછલા પગની મદદથી ખાડો ખોદે છે. એક મહિનામાં જ્યારે ખાડો પ0 સેન્ટિમીટર જેટલો થઇ જાય છે ત્યારે એક રાતે 40-પ0 ઇંડાં કાઢે છે અને ખાડામાં મૂકી ઉપરથી રેતી ઢાંકી દે છે. કોઇ ખાડામાં 98 ઇંડાં પણ મળી આવ્યા છે. ઇંડાંનું વજન ર00 ગ્રામ હોય છે. જે 7 સેન્ટિમીટર લાંબા હોય છે. દેખાવમાં તે મોટા પક્ષીના ઇંડાં જેવાં લાગે છે. મગર જે ઇંડાં મૂકે છે તેમાંથી માત્ર પાંચ જ ટકા ફળે છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં માર્ચના આખરથી મે મહિના સુધીમાં દરિયા કિનારે ચારે બાજુ મગર જ દેખાય છે. સડકની વચ્ચે, કારોની વચ્ચે, ગેરેજમાં કારની નીચે છુપાઇ જાય છે. સૂર્યની ગરમી જે એપ્રિલ-મે મહિનામાં 40 ડિગ્રી સેલ્શિયસ જેટલી હોય છે તે ઇંડાંઓને પ્રાકૃતિક રીતે હળવા-ફરવા માટે આદર્શ સમય છે. અઢી મહિનામાં ઇંડાંની અંદર ભ્રૂણનો જન્મ થાય છે. આ જીવ ખાસ પ્રકારનો અવાજ કાઢી પોતાના જન્મની જાણ પોતાની માને આપે છે. આ સમયે માદા મગર આવીને ઇંડાંને ખાડામાંથી બહાર કાઢે છે અને પોતાના લાંબા મોંથી તે જીવને ઇંડાંમાંથી બહાર કાઢે છે.
ઘરમાં બાળકના આગમન સાથે નર અને માદા પોતાના સંયુક્ત પરિવારની જવાબદારીનું પાલન કરે છે. આ બાળકની લંબાઇ 15 સેન્ટિમીટર હોય છે. હવે તેને પાણીમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે. પાણીમાંના કાચબા અને બહાર કાગડામાંથી તેનું રક્ષણ કરવામાં આવે છે.
મગર મોટેભાગે નદીઓ, તળાવ, સરોવર અને સમુદ્રમાં રહે છે. તેને માછલાં ખૂબ ભાવે છે. તેની શરીર રચના ગરોળી જેવી હોય છે. સાપ અને મગર ગરોળીમાંથી રૂપાંતર પામ્યા છે. ભારત, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશોમાં મગર મળી આવે છે. મગરનું જડબું મોટું તથા શક્તિશાળી હોય છે. તેના દાંત મોટા, તીક્ષ્ણ તથા સંખ્યામાં થોડા હોય છે તથા જડબું બંધ થતાં તે ઘડિયાળના દાંતની જેમ બહાર દેખાતા નથી. આ ઠંડા લોહીનું પ્રાણી હોવાથી તેને સૂર્ય પ્રકાશ લેવો ખૂબ ગમે છે. તે પોતાના ઇંડાં પાણીથી 100-200 મીટર દૂર ઘડાના આકારનો ખાડો બનાવીને મૂકે છે. મગરમચ્છ ઇડિયાળ કરતાં વધુ ખતરનાક હોય છે. એક સર્વેક્ષણ અનુસાર અત્યારે ભારતમાં 16000 મગરમચ્છ અસ્તિત્વ ધરાવે છે.
મગર આદર્શ શિકારી છે. તે પોતાના શિકારને નજદીક આવવા દે છે. કલાકો સુધી પ્રતીક્ષા પણ કરે છે. તે એટલા ચાલાક છે કે, બે કિલોમીટર દૂર મનુષ્યની હલચલને તે તરત જ પારખી લે છે. તે વીજળીવેગે પ્રાણઘાતક હલ્લો કરે છે. આ હુમલામાંથી ભાગ્યે જ કોઇ બચી શકે છે. આપણને કંઇ ખબર પડે ત્યાં સુધીમાં એ શિકારને પાણીમાં ખેંચી જાય છે અને એક છલાંગમાં પૂરો પગ પકડી લે છે. એકવાર તેના જડબાં બંધ થઇ ગયાં એટલે દુનિયાની કોઇ તાકાત તેને ખોલી શકતી નથી. તે પોતે ખોલે તો જ બચી શકાય છે. જડબું બંધ થતાં એક મોટો અવાજ થાય છે. આપણને એમ લાગે કે એ મોટાં લાકડાં આપસમાં અથડાયાં છે. મગર પોતાના શિકારને ચાવતો નથી પરંતુ સીધો પોતાના પેટમાં ઉતારી દે છે. મગરના એક જડબામાં રર દાંત હોય છે. તેનું વિશાળ ભયાનક મસ્તક, નાના પગ અને મજબૂત પૂંછડી હોય છે. ખારા પાણીમાં રહેતા મગરની લંબાઇ 12 થી 15 ફૂટ જેટલી હોય છે. તામિલનાડુમાં ચેન્નઇથી ર0 કિલોમીટર દૂર મહાબલિપુરમ રોડ પર આવેલા ગામ વડેનાપલ્લીમાં મગરમચ્છનો એક વિશાળ પાર્ક છે, જેનું નામ છે `મદ્રાસ ક્રોકોડાઇલ બેંક.’ હરિણી ફાઉન્ડેશન અને ભારતીય વન્યજીવન વિભાગના સહયોગથી ચાલનારી આ બેંકમાં બધા મળીને ર,000થી વધુ મગરમચ્છ છે. આટલી વિપુલ સંખ્યામાં દુનિયાના કોઇ પ્રાણી સંગ્રહાલયમાં નહીં મળી આવે. આ બેંકમાં દુનિયાભરમાંથી પ્રાપ્ત બધી જાતના મગરમચ્છ અને ઘડિયાળ છે. તેમના વિશે સંપૂર્ણ માહિતી અહીંથી આપવામાં આવે છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નામના સ્થળે આ પ્રાણીને લુપ્ત થતું બચાવવા માટે 1975માં મગરમચ્છ પુનર્વાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો ઉદ્દેશ નષ્ટ થઇ રહેલા મગર અને ઘડિયાળને બચાવી લેવાનો છે. તેમની પ્રસૂતિ પણ તેઓ કરે છે. આ કેન્દ્ર પોતાને ત્યાં આવેલા પ્રજનન વાડાઓમાં મગરમચ્છને કુદરતી રીતે પ્રજનન કરાવીને તેમાંથી મળેલા ઇંડાંઓને વૈજ્ઞાનિક રીતે સેવવાની પ્રક્રિયા અપ્નાવે છે. અહીંના વૈજ્ઞાનિકો એપ્રિલ મહિનામાં ચંબલ તથા ઘાઘરા નદીઓના તટ પર જઇને તેમનાં ઇંડાં શોધીને આ કેન્દ્ર પર લાવીને તેનું રક્ષણ કરે છે. ઇંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે ત્યારે તેમનો વિકાસ વૈજ્ઞાનિક ઢંગથી કરવામાં આવે છે. મગરમચ્છની કુદરતી પ્રસૂતિમાં માત્ર પ ટકા જ ઇંડાં ફળે છે જ્યારે આ કેન્દ્રમાં 60 ટકા સફળતા મળે છે. આ બચ્ચાં બે વર્ષનાં થાય છે ત્યારે તેમની લંબાઇ 1.પ મીટર જેટલી થઇ જાય છે. હવે તેઓ પોતાનું રક્ષણ કરવા સમર્થ બની જાય છે ત્યારે વરસાદ પછી તરત જ નદીઓ તથા સરોવરોમાં તેમને છોડી મૂકવામાં આવે છે. 15 વર્ષના ગાળામાં આ કેન્દ્રમાંથી 3,000 મગર તથા ર00 ઘડિયાળના બચ્ચાએ દેશની અલગ અલગ નદીઓ, ચંબલ, યમુના, શારદા, અલકનંદા, ઘાઘરા તથા શોણમાં છોડવામાં આવે છે.
આ કુકરેલ મગર પુનર્વાસ કેન્દ્ર મગર વિશે રોમાંચક માહિતી આપે છે. લુપ્ત થતાં આ પ્રાણીને બચાવી લેવામાં આ કેન્દ્રને ઘણી સફળતા મળી છે. આપણી પણ ફરજ છે કે આ પ્રાણી વિશે પૂર્વગ્રહો છોડીને તેના વંશને વધારવામાં સહાય કરીએ. તે દેખાવમાં ભયાનક લાગે છતાં મનુષ્યથી ડરતું આવ્યું જ છે. પાણીને પ્રદૂષણમુક્ત રાખવામાં તે મદદ કરે છે. આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને સેન્ટ્રલ અમેરિકામાં 15 જાતના મગર મળી આવે છે. ખારા પાણીના મગર 23 ફૂટ લાંબા હોય છે, જ્યારે ભારતના 21 ફૂટ લાંબા હોય છે. તેમના પગ ખૂબ શકિતશાળી અને પૂંછડી લાંબી હોય છે. તેમની સૂંઘવાની શક્તિ અદ્ભુત છે. તે પાણીની અંદર ત્રણથી પાંચ મિનિટ
રહી શકે છે.
મગરમચ્છમાં એક દુર્લભ જાત છે સફેદ મગરની. ભારતમાં તે ભૂવનેશ્ર્વરમાં મળી આવે છે. તેનું નામ ગેરી રાખવામાં આવ્યું છે. તેનો જન્મ થયો ત્યારે વૈજ્ઞાનિકો ખૂબ ખુશ હતા. તેમને લાગેલું કે હવે મગરની વસતી વધી શકશે. તેણે 1995માં ઇંડાં આપવા શરૂ કર્યા, પરંતુ તે પ્રજનન યોગ્ય નહોતા. તેના વાડામાં એક નર અને મગરને છોડવામાં આવ્યો. જેથી તેનો વંશ વધી શકે. પરંતુ તેની સામે તે આક્રમક થઇ જાય છે. તેને બાંધી રાખીને કુદરતી વાતાવરણથી વંચિત રાખ્યો તે ભૂલ પુરવાર થઇ છે કે એક જગ્યાએ જિંદગીભર રહેવાથી તેને શિકાર કરતાં
આવડતું નથી….
સૌજન્ય –

તારીખ ૭મી માર્ચ ૨૦૧૦,સુરતના વિયર કોઝવેની મુલાકાત

તાપીના પાણીને દરીયામાં વહી જતા રોકવા માટે સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા આ કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.કોઝવેના પુલ પાસેથી લગભગ ૬૦-૭૦ ફુટ સુધી વનસ્પતિ પથરાયેલી છે.

રાંદેરના દ્રાર પાસેથી અડધા પુલ સુધી આ વનસ્પતિનો કબજો છે.પુલથી ૬૦ ફૂટના ભાગમાં પાણી જોવુ લગભગ અસંભવ જ છે.અહી તસ્વિરોમાં આપ જોઈ શકો છે કે નાવડી આરામ કરી રહી છે.

 
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા આ વનસ્પતિને હટાવાનું કામ ચાલી રહ્યુ છે.


રાંદેરના દરવાજા થી અડધો પુલ પાર કરતા તાપી નદીની દુરદશા નજરે પડી.તાપીમા એટલી બધી ગંદકી હતી કે તમે કદાચ અતર છાટ્યુ હોય તો તેની સુંગંધ પણ ફિક્કી પડી જાય.તાપીના પાણીમાં ફુલો,નારીયેળ,કાપડા,પ્લાસ્ટીકની બેગ જેવી વસ્તુઓ નજરે જોઈ શકાતી હતી.

તાપીની ઉપર ભ્રમણ કરતા બગલાના આ વિશાળ સમુહને આપ જોઈ શકો છો.

તારીખ ૪ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ઓફિસે જતી વખતેતારીખ ૪ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ઓફિસે જતી વખતે મજુરા ગેટના ફ્લાય ઓવર પરથી આ થ્રિ ઈડીયટને વગર હેલ્મેટે જતા જોયા.અને તેની પીઠ પાછળથી આ ફોટૉ ખેંચી લિધો. R.T.Oના કાયદા મુજબ નંબર પ્લેટ ઉપર ગાડીના નંબર સિવાય કોઈ પણ જાતનું લખાણ ન હોવુ જોઈએ.પણ ડાબી બાજુ બાઈક ચલાવતા ઈડિયટની નંબર પ્લેટ ઉપર અંગ્રેજી ભાષામાં “Shiv” લખ્યુ છે.જે આ ફોટૉ ઝુમ કરતા સરળતાથી વાંચી શકાય છે.

%d bloggers like this: