'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

પડકું-ફુરસો (ઝેરી સાપ)

પડકું અથવા ફુરસો અથવા ફોડસી

અંગ્રેજી ભાષામાં Indian Saw Scaled Viper (ઇન્ડિયન શો સ્કેલ્ડ વાઈપર) ઓળખાતા આ સાપને ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં પડકું,ફુરસો કે ફોડસી નામથી ઓળખવામાં આવે છે.પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડકું નામથી ઓળખવામાં આવે છે.તેથી પડકું શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.
પડકું વાઈપર પરિવારનો એક ઝેરી સાપ છે.તેનો સમાવેશ પેટ વડે ઘસડાયને ચાલતા સરીસૃપ પ્રાણીઓના વર્ગમાં થાય છે.પડકું ભારત સહિત શ્રીલંકા,બાગ્લાદેશ,પાકિસ્તાન,અફઘાનિસ્તાન તથા એશિયાના રણપ્રદેશો,મેદાની પ્રદેશો અને પહાડી પ્રદેશોમાં જોવા મળે છે.ભારતમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર,રાજસ્થાન,તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

પડકું / ફુરસો/ ફોડસી

પડકું ખૂબ જ નાના કદનો સાપ છે.ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપ નાગ,ખાડચિતારો,કાળોતરો અને પડકું છે ,તેમાં પડકું સૌથી ઓછી લંબાઈ ધરાવે છે.સામાન્ય રીતે તેની લંબાઈ ૩૫ સે.મી થી ૮૦ સે.મી (૧.૫ ફૂટ) જેટલી હોય છે.નર કરતા માદા પડકાની લંબાઈ વધૂ હોય છે.પડકું વિશિષ્ટ શારીરિક બંધારણ ધરાવે છે.તેનું મોઢું ગર્દનથી અલગ તરી આવે છે એટલે કે સ્પષ્ટ જોઇ શકાય છે.તેની આંખો બહાર નિકળેલી અને મોટી હોય છે.તેનું મોઢું નાનુ અને ગોળાકાર હોય છે.જેથી ખાડચિતાડા અને પડકું વચ્ચેનો ભેદ પારખી શકાય છે.પડકાની શરીરની ત્વચા વિચિત્ર છે.શરીરની ઉપરની ત્વચા સામન્યતઃ ઘઉંવર્ણી,ભૂખરા રંગ સાથે પીળાશ પડતી વારાફરતી એક બાજુ થી બીજી બાજુ મરડાતી વિશિષ્ટ પ્રકારની પોપડીઓ વાળી પેટર્ન ધરાવે છે.જ્યાંરે શરીરની નીચેની ત્વચા સ્વચ્છ સફેદ સાથે ઘઉંવર્ણી હોય છે.તેની પૂંછડી ટૂંકી અને જાડી હોય છે.પડકું મનુષ્યની ખૂબ જ નજીક રહે છે.તેનું શરીર ટૂંકું હોવાથી સરળતાથી નજરમાં આવતુ નથી.

પડકું / ફુરસો / ફોડસી

પડકું એક નિશાચર પ્રાણી છે એટલે કે રાત્રીના સમયે વધારે સક્રિય હોય છે.જો કે શિયાળો તથા ચોમાસાની ઠંડી ઋતુઓમાં ધૂપ શેકવા એટલે કે સૂર્યપ્રકાશમાંથી એનર્જી મેળવવા દિવસે બહાર આવે છે.સામાન્ય રીતે સૂકા તથા રેતાળ વિસ્તારો,પથ્થરના મેદાનો કે પહાડી વિસ્તારોમાં રહે છે.તે પથ્થરોની નીચે,વૃક્ષની જાળીઓ કે ઝાડની ઉખડી છાલમાં ગુપ્ત જગ્યાએ રહેઠાણ બનાવે છે.પડકાનો ખોરાક ઉંદર,કાચિંડો,ગરોળી જેવા નાના પ્રાણીઓ તથા વીંછી જેવા અન્ય નાના જીવજંતુઓ છે.
માદા પડકું એપ્રિલ થી ઓગષ્ટ મહિનાની વચ્ચે ૪ થી ૮ બચ્ચાને જન્મ આપે છે.જન્મેલા બચ્ચાની લંબાઈ વધૂમાં વધૂ ૮ સેં.મી જેટલી હોય છે.પડકું ઈંડા મૂક્તો સાપ નથી.
પડકું વાઈપર પરિવારનો સૌથી ઝેરી સાપ છે.છતા તેનું ઝેર ભાગ્યે જ જીવલેણ સાબિત થતુ હોય છે.તેનું ઝેર મનુષ્યના શરીરમાં લોહીનો પ્રવાહ રોકી દે છે.એટલે કે લોહીને જમાવી દે છે.આજના આધૂનિક યુગમાં તેના ઝેરનો ઈલાજ સરળતાથી થઈ શકે છે.અન્ટી વિનમ ઈન્જેક્શન,વિટામીન K ,કૅલ્શિયમ કાર્બોનેટ દ્વારા ઇલાજ શક્ય છે.પડકું કરડવાનું પ્રથમ લક્ષણ થાક લાગવો,દંશની જગ્યાએ સામાન્ય બળતરા થવી ,સોજો આવવો તથા લોહી ઉપસી આવવું.કોઈ પણ પ્રકારના પ્રયોગ કે ભૂવા-ભારડીના વહેમમાં પડ્યા વગર દર્દીને ડૉક્ટરી સારવાર આપવી જોઇએ.

કોઇ પણ સાપ સામાન્ય ઘાયલ હોય તો,કોઇ પણ પ્રકારની પાટાપીંડી કર્યા વગર તેના કુદરતી પર્યાવરણમાં મૂક્ત કરવો હિતાવહ છે.જેથી તે ઘાયલ શરીરને ધૂળમાં રગદોડી શકે.

Advertisements

8 responses to “પડકું-ફુરસો (ઝેરી સાપ)

 1. અશોક મોઢવાડીયા શનિવાર,9 ઓક્ટોબર, 2010 પર 11:40 પી એમ(pm)

  શ્રી રાજનીભાઇ,
  બહુ ઉપયોગી માહિતી આપી. મને આ સાપ શાથે જોડાયેલી એક ઘટના યાદ આવી.
  વર્ષો પહેલાં મારા બાપુજીને પગે આ પડકું કરડેલું. તુરંત દવાખાને જતાં ડોક્ટરોએ જણાવેલું કે કશું ચિંતાજનક નથી. એકાદ અઠવાડીયું આરામ અને સારવાર કરાવવી પડેલી, ખાસ તો પગમાં કરડની જગ્યા આસપાસ ખુબ જ સોજો આવી ગયેલો. આપની એ વાત દરેકે મગજમાં ઉતારી લેવા જેવી છે કે કોઇપણ દંશની (ઝેરી, બિનઝેરીની પણ સામાન્ય રીતે આપણને તો ખબર હોતી નથી, તેથી કશું જોખમ ન લેતાં) તુરંત ડોક્ટરી સારવાર કરાવવી હિતાવહ છે. આભાર.

 2. યશવંત ઠક્કર રવિવાર,10 ઓક્ટોબર, 2010 પર 3:08 પી એમ(pm)

  સરસ માહિતી. બહુ દિવસે પડકું જોયું.

 3. પરાર્થે સમર્પણ સોમવાર,11 ઓક્ટોબર, 2010 પર 12:21 પી એમ(pm)

  શ્રી રજનીભાઈ,
  આજે અભ્યારણ માં અનાયાસે આટો દેવાયો .ખુબ જ સરસ વનજન્ય
  પ્રાણી અને પક્ષી તેમજ અન્ય જંગલના વૃક્ષો વિગેરેની જરૂરી માહિતી
  સભર બ્લોગ. અને આપ પણ વિશેષાંક જેવા એક અદના ફરી બનીને
  અમ જેવાને અલભ્ય માહિતી પૂરી પાડો છો. આજે પડકું વિષે ખુબ જ
  રસપ્રદ માહિતી મૂકી છે.
  મારા અંતરથી આશીર્વાદ… અભિનંદન.. સલામ..નમસ્તે.

 4. કનકવો (Jay's Blog) શુક્રવાર,19 નવેમ્બર, 2010 પર 12:08 પી એમ(pm)

  સરસ માહિતીસભર બ્લોગ અને આ પોસ્ટ..
  “પડકું” શબ્દપ્રયોગ આમ તો અવગણના નાં અર્થમાં થતો જોયો હતો. કદાચ એના નાના કદને લીધે હશે, પણ એ ઝેરી છે તે આજે જ જાણ્યું.
  લેખમાં થયેલા “ખાડચિતારો” અને “ખાડચીતાડો” શબ્દ મારા મતે યોગ્ય નથી. ખરેખર એ “ખડચિતળો” હોય એવું મારું માનવું છે. જો કે એ તો “દૂધમાંથી પોરા” કાઢ્યા જેવું થયું. લેખ ખરેખર ખુબ સરસ અને ઉપયોગી છે તે નિશ્ચિત છે.

  જય ત્રિવેદી

 5. Ramesh Patel મંગળવાર,30 નવેમ્બર, 2010 પર 10:26 એ એમ (am)

  શ્રીરજનીભાઈ
  સરિસૃપની આધારભૂત માહિતી માટે આભાર .એક સામાજિક જાગૃતિ જગવતાઆભિયાન
  માટે ખાસખાસ અભિનંદન .
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. રાજની ટાંક મંગળવાર,30 નવેમ્બર, 2010 પર 9:36 પી એમ(pm)

  @ગોવિંદકાકા @જયભાઈ @રમેશકાકા
  પ્રોત્સાહન બદલ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: