'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

ભારતીય વાઈન સ્નેક (બિનઝેરી સાપ)

ફોટો - હેમલ મેહતા

Vine(વાઈન) નો અર્થ ગુજરાતીમાં વેલ થાય.ગામડાઓમાં તેને વેલ સાપ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ક્ષેત્રોમાં તેને ચાબુક સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઈન સ્નેકની ગણના પેટ વડે ઘસડાયને ચાલતા પ્રાણીઓના વર્ગમાં થાઈ છે.જેને અંગ્રેજીમાં રેપ્ટાઈલ વર્ગ કહેવામાં આવે છે.સૌથી સુંદર સાપોમાં વાઈન સ્નેકની ગણતરી થાઈ છે.વાઈન સ્નેક સંપૂર્ણપણે બિનઝેરી સાપ છે. મોટે ભાગે તેની સુંદરતાને કારણે શિકારનો ભોગ બને છે.

વાઈન સ્નેક ઉત્તર-પશ્ચિમને બાદ કરતા સમગ્ર ભારતમાં જોવા મળે છે.સામાન્ય રીતે વાઈન સ્નેકની લંબાઈ ૧ થી ૭.૧૦ ફૂટ સુધીની હોય છે.નર કરતા માંદા વાઈન સ્નેકની લંબાઈ વધારે હોય છે.તેના મોઢાનો આકાર નુકિલો  હોય છે.તેનું શરીર ખુબ જ પાતળુ હોય છે. મોંઢુ તેના શરીરથી અલગ જ તરી આવે છે.વાઈન સ્નેકના શરીરની ઉપરની ત્વચા સમતલ લીલા રંગની સાથે સફેદ અને પીળાની હોય છે અને તેના પર કાળા રંગની પોપડીઓ દેખાતી હોય છે.વાઈન સ્નેકના શરીરની નીચેના ભાગની ત્વચા લીલા અને પીળા રંગની એટલે કે પોપટી હોય છે.વાઈન સ્નેક આક્રમક સાપ છે.વાઈન સ્નેકને જ્યાંરે ખતરાનો અનુંભવ થાઈ છે ત્યાંરે ગર્દન ફૂલાવે છે અને પ્રતિબંધીને ચેતવણી આપે છે.તેની આંખો ચમકદાર  ઈંડા આકારની અને મોઢાથી અલગ જ તરી આવે છે.વાઈન સ્નેક ખુબ જ ચતુર સાપ છે ,જેથી ભાગ્યે જ જોવા મળે છે.

ફોટો - ૨૪ માર્ચ ૨૦૧૦

વાઈન સ્નેકના લીલા રંગને કારણે જંગલોમાં શોધવો મુશ્કેલ છે.સામાન્ય રીતે ઝાડની ડાળીઓ ઉપર જ હોય છે.પાતળા અને હલકા શરીરને લીધે વાઈન સ્નેક ખૂબ જ ઝડપથી સ્થળાંતર કરી શકે છે. વાઈન સ્નેકનું રહેઠાણ વર્ષાવનો,પહાડી પ્રદેશ,ગાઢ જંગલોમાં તથા ઝાડ ઉપર વધારે જોવા મળે છે.

સામાન્ય રીતે વાઈન સ્નેક ઓગસ્ટ- નવેમ્બર સુધીમાં ઈંડા મૂકે છે.વાઈન સ્નેક એક વખતની પ્રસુતિ દરમ્યાન ૮ થી ૧૫ ઈંડા મૂકે છે.ઈંડા મૂક્યાના ૫૦ થી ૬૦ દિવસ પછી બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવે છે.જન્મેલા વાઈન સ્નેકની લંબાઈ આશરે  ૨૦ સેં.મી સુધી હોય છે.

વાઈન સ્નેકનો ખોરાક ઉંદર,ખિસકોલી,દેડકા,કાચિંડો,સરડો તથા નાના પક્ષીઓ  હોય છે.વાઈન સ્નેક પણ મોટા ભાગના સાપની જેમ  શિકારને આખો જ ગળી જાય છે.

વાઈન સ્નેકની સુંદરતા મનુષ્યને શિકાર કરવા માટે પ્રેરે છે.હમણા એક ટીવી શોમાં એક વ્યક્તિને વાઈન સ્નેક  સાથે ગમ્મત કરતો જોયો  હશે.નાકમાંથી પ્રવેશ કરાવે અને મોં માંથી તેને કાઢે છે.તેના પર વનવિભાગ દ્રારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Don’t Kill ,Just Call

Advertisements

5 responses to “ભારતીય વાઈન સ્નેક (બિનઝેરી સાપ)

 1. Ketan Niranjani શનિવાર,15 મે, 2010 પર 12:28 એ એમ (am)

  Nice and informative article on wine snake.

 2. Govind Maru શનિવાર,15 મે, 2010 પર 9:28 એ એમ (am)

  વહાલા રાજનીભાઈ,

  આપના દ્વારા ઘણુ જાણવા મળે છે. ખુબ જ સરસ જાણાકારી.. યુનીવર્સીટીના નવા સત્રમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના ઉપક્રમે અમારી યુનીવર્સીટીમાં આપનું વ્યાખ્યાન યોજવા હું પ્રયાસ કરીશ.. અમારા કૃષી પરીવારને લાભ આપવા વીનંતી છે.

  આભાર.
  ગોવીન્દ મારુ

 3. himanshupatel555 સોમવાર,17 મે, 2010 પર 5:40 એ એમ (am)

  સાપ શબ્દથી દાજતી વ્યક્તિ માટે આવી માહિતિ તેની જોવા વિચારવાની નજરમાં ચોક્કસ ફેરફાર લાવશે.
  સરસ માહિતિ, આભાર.

 4. પ્રતીક ઝોરા શુક્રવાર,23 જુલાઇ, 2010 પર 1:00 પી એમ(pm)

  રજનીભાઇ,

  ખરેખર અદભુત માહિતી છે ફોટોગ્રાફ્સ સાથેની….

  આ સિવાય ગુજરાત મા થતા ઝેરી સાપ જેવા કે…..રસલ્સ વાયપર, સો સ્કેલ વાઇપર, ક્રેટ, વગેરે ના માહિતી સભર લેખ પોસ્ટ કરશો જી

  અને બીજા અર્ધ ઝેરી એવા કોરલ સ્નેક અને બામ્બુ પીટ વાઇપર વિશે પણ લોકો ને માહિતગાર કરવા વિનંતી….

  ફોટો ગ્રાક્સની જરુર હોય તો મને જણાવજો જોયે એટલા મે પાડેલા ફોટા આપને મેઈલ કરીશ

  આભાર સહ,
  પ્રતીક ઝોરા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: