'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

વેકેશનમાં તાજ મહેલ જોવા જાશો કે તાજ મહેલ બનાવશો…?

લગભગ બધી જ સ્કુલોમાં વેકેશન પડવાની તૈયારીએ છે.હાસ…! પરીક્ષા પૂરી થઈ.બસ હવે ટાબેરીયાઓને  બે-અઢી મહીના જલ્સા.શુ કરશે આ બે મહિના..?તાજમહેલ જોવા જાશે કે તાજમહેલ બનાવશે..?
તો ચાલો હું સ્કુલમાં ભણતો હતો ત્યારે મારુ વેકેશન કેવિરીતે પસાર કરતો,તેની માહિતી આપુ.
મારી દશમાં ધોરણની પરીક્ષા માર્ચ ૨૦૦૩માં પુરી થઈ અને વેકેશન પડ્યુ.વેકેશનમાં શું કરવુ તેને માટે મને કોઈ માર્ગદર્શન આપવા વાળુ ન’હતુ. મને ડિશકવરી ચેનલ જોવાનો નાનપણથી જ શોખ. એક દિવસ ડિશકવરી ચેનલ જોતો હતો ત્યારે  તાજમહેલ વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તેમાં બતાવી.દુનિયાની નવ અજાયબીઓમાંની એક,. ઈ.સ ૧૬૩૦ થી ૧૬૪૮ની વચ્ચે સફેદ સંગેમરમરથી શાહજહાંએ પોતાની પ્રિય રાણી મુમતાઝ મહલની યાદમાં આ મકબરો બંધાવ્યો હતો.અને આજે પણ પ્રેમનું પ્રતિક બનીને ઉભો છે.જ્યારે મે  આ ડોક્યુમેંન્ટ્રી ફિલ્મ જોઈ ત્યારે મારા બાળમગજમાં વિચાર આવ્યો કે હું કેમ ન બનાવી શકુ તાજમહેલ…?સંગેમરમરથી ભલે શાહજહાએ બનાવ્યો ..!પણ હું દિવાસળીથી બનાવીશ..પછી તરત જ તાજમહેલ બનાવાની સામગ્રી એકત્ર કરવાનું શરુ કરી દિધુ.

દિવાસળીનો ઉપયોગ કરીને તાજ મહેલ બાનાવવા જોઈતી સામગ્રી –
 દિવાસળીઓ ,પુઠુ,ગુંદર [ફેવીકોલ],ફેવીક્વિક,કટર,પેન્સિલ,માપ પટ્ટી,પાણી,

બનાવાની રીત –
સૌ પ્રથમ  ૧૦ ઈંચ  X  ૮ ઈંચનું એક પુઠુ લો.તેમાં તાજ મહેલનો પ્લાન દોરો..પ્લાન દોરવા માટે પેન્સિલ અને માપ પટ્ટીનો ઉપયોગ કરવો તથા તમારા પાસે તાજમહેલનો કોઈ ફોટૉ કે ચિત્ર હોય તો તેનો આધાર લઈને તાજમહેલનો પ્લાન તૈયાર કરી શકો છો..
પ્લાન તૈયાર થઈ ગયા બાદ દિવાસળીનો આગળનો ભાગ [દારૂ વાળુ કાળુ ટપકુ] કટરની મદદથી કાપી નાખો.તે માટે વડિલોની પણ મદદ લઈ શકો છો.મારા અંદાજ મુજબ ૨૦૦૦ જેટલી દિવાસળીઓની જરુર પડે છે.
તાજ મહેલનો ઘુમ્મટ બનાવાની રીત –
તાજ મહેલનો ઘુમ્મટ બનાવાનું કાર્ય સૌથી અગત્યનું છે.ઘુમંટ બનાવવા માટે દિવાસળીને વાકી કરવી પડે છે.તેથી દિવાસળી તુટી પણ જતી હોય છે.તેના માટે જે દિવાસળીને વાંકી કરવી હોય તે દિવાસળીને પાણીમાં ડુબાળીને તરજ કાઢી લો.પછી કટરની મદદથી સળી ઉપર થોડા થોડા અંતરે કાપા પાડો.ત્યાર બાદ દિવાસળીને ધીરેધીરે વાંકી વાળો..અને યોગ્ય આકાર આપો..આ રીતે બધી જ દિવાસળીને આકાર આપતા જાવ અને ગુંદર તથા ફેવીક્વિકની મદદથી યોગ્ય રીતે ગોઠવણી સાથે ચોટાડો.જરુરીયાત મુજબ દિવાસળીને નાની-મોટી સાઈઝમાં કાપી પણ શકો છો..
મુખ્ય ઘુમ્મટ તથા ચાર મિનારાના  બધાજ ઘુમ્મટ આ જ રીતે બનાવી શકાય છે.

તાજમહેલની દિવાલો તથા છત બનાવાની રીત –
તાજમહેલની દિવાલ તથા છત બનાવાનું ખુબ જ સરળ છે.દિવાસળીઓને એક પછી એક એ રીતે ગોઠવણી સાથે ચોટાડતા જાવ…ધ્યાનમાં રાખવુ કે જ્યાં દરવાજાનો આવતા હોય ત્યાં સળીને તેની યોગ્યતા મુજબ કાપવી.મિનારાઓની દિવાલ પણ આ રીતે બનાવી શાકાય છે…

૨૦૦૩ના મારા વેકેશનકાળ દરમિયાન મે બનાવેલો તાજ મહેલના કેટલાક ફોટાઓ..સુરતમાં ૨૦૦૬માં આવેલા પૂરને કારણે મારો તાજમહેલ થોડો પલળી પણ ગયો હતો.એટલે થોડો તુટી ગયો હતો.પણ મારી બહેને તેના પર સફેદ કલર ચડાવી દિધો હતો અને થોડો સાચવી રાખવાનો પ્રયત્ન પણ કરેલો..આજે ઘરના એક ખુણામાં પડેલો ત્યારે  તેના પર મારી નજર ગઈ..ધૂળ પણ જામી ગઈ હતી..માણો મારા તુટેલા તાજમહેલને…….!

મુખ્ય દ્વાર…તથા ચારેય મિનારાઓ ઊખડી ગયા છે…મુખ્ય ઘુમ્મટની ટોંચ પણ તુટી ગઈ છે.
 ઉખડી ગયેલા ચારેય મિનારાઓ તેના સ્થાને મુક્યા..
સાવચેતી ન લેતા ધૂળે સામ્રાજ્ય જમાવી દિધુ છે..
મુખ્ય દ્વાર પણ ખોલી અને બંધ થઈ શકે તે રીતે ડિઝાઈન કર્યો હતો.
ઉખડી ગયેલા ચારેય મિનારાઓ………

મિનારાઓની ગોઠવની તથા સાફસફાઈ કરવા બેઠેલો હુ પોતે..

બાળપણની યાદમાં ટાબેરીયાઓને સમર્પિત…………….રાજની ટાંક
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: