'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

વાઘથી પણ પહેલા વિલુપ્ત થઈ શકે છે સફેદ શાર્ક…

આજે ભારતમાં લુપ્ત થતા વાઘોને બચાવા માટે જનચેતના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે.મોબાઈલ થી માંડીને ટી.વી,બ્લોગ દ્વારા પ્રયાશો થઈ રહ્યા છે.આજે ભારતમાં માત્ર ૧૪૧૧ વાઘ બચ્યા છે અને દુનિયામાં વાઘોની સંખ્યા લગાતાર ઘટતી જાય છે.જો આવુ જ ચાલતુ રહ્યુ તો આવનાર દશક સુધીમાં વાઘ આ ધરતી પરથી વિલુપ્ત થઈ જાશે.

પણ આજે માત્ર વાઘ જ નથી કે જેના પર લુપ્ત થવાનો ખતરો છે.મરીન લાઈફના કેટલાક આંકડાઓ મુજબ વાઘ જેવી જ હાલત સફેદ શાર્કની છે અને તેના વિલુપ્ત થવાનો ખતરો વાઘથી પણ વધારે છે.

કેનેડાના વિષેશજ્ઞ ડૉ. રનાલ્ડ ઓડોર ના કહેવા અનુશાર  -આજ સુધી લોકો વિચારતા હતા કે શાર્કથી તો મનુષ્યને ખતરો છે એટલે તેમને સફેદ શાર્કને બચાવાની કોઈ ઈચ્છા ન’હોતી.પણ હવે લોકો સમજે છે કે સફેદ શાર્કને પણ જીવવાનો પૂર્ણ અધિકાર છે એટલે આપણે તેને બચાવી જોઈએ..

ઓસ્ટ્રેલિયામાં સફેદ શાર્કના સંરક્ષણ માટેના પ્રયાશો ચાલુ છે.તેના માટે ત્યાંના સમુદ્રી વિસ્તારોમાં સફેદ શાર્કની ઉપર ટેગ લગાવામાં આવી રહ્યા છે.દરેક દરીયા કિનારાઓ પર કેટલાક રિસિવર લગાવામાં આવ્યા છે.જેથી જ્યારે પણ કોઈ શાર્ક કિનારા પાસે આવી જાય ત્યારે તે રિસિવર સ્વસંચાલિત રીતે નજીકના ઈન્ચાર્જને જાણકારી આપી દે છે.જેથી સમય રહેતા જ તે સફેદ શાર્કને ફરી ઊંડાણવાળા પાણીમાં ધકેલી દેવામાં આવે.

એવા ઘણા પ્રાણીઓ છે કે જે આજે માત્ર ચિત્રોમાં અથવા પ્રાચિન દસ્તાવેજોના પનાઓમાં જ રહ્યા છે.તેમના વિલુપ્ત થવા પાછળ પ્રકૃતિક કારણો તો છે જ ,પણ મનુષ્ય ઘણા અંશે જવાબદાર છે.હવે સમય છે કે મનુષ્ય પોતાની ભુલો પણ પછતાવો પ્રગટ કરે અને બાકી બચેલા વન્યજીવોનું સંરક્ષણ કરે.જે વન્યજીવો વિલુપ્ત થવાના આરે છે તેવા જીવોના રક્ષણ જવાબદારી ઉઠાવે…

Advertisements

One response to “વાઘથી પણ પહેલા વિલુપ્ત થઈ શકે છે સફેદ શાર્ક…

  1. Vivek Doshi ગુરુવાર,25 ફેબ્રુવારી, 2010 પર 8:32 એ એમ (am)

    ગ્લોબલવોર્મિગ ખરેખર અગત્યનો મુદ્દો છે. પરંતુ વિશ્વના અગ્રણીઓ આ વાતને ખુ..બ…જ હળવાશ થી લઈ રહ્યા છે. જ્યારે ગ્લોગલવોર્મિગની અસરો વિશ્વના જે તે ભાગના લોકોને થશે ત્યારે તેઓને આ અંગે અહેસાસ થસે પરંતુ ત્યારે મોડું થઈ ગયું હશે. સફેદ શાર્ક અંગે વધુ હું નથી જાણતો પણ વાઘ, સિંહ અને અન્ય પશુ પંખીના આડેધડ શિકાર થતા રહેશે આવનારી પેઢીને તેમના ચિત્રો માત્ર જોવા મળશે. અન્ય "ચકલી" પણ હાલમાં લુપ્ત થઈ ગઈ હોય તેમ લાગે છે. તમે આ મુદ્દા ને લઈને સીરીયસ જો જોઈ આનંદ થયો પરંતુ ગ્લોગલ વોર્મિંગની સમસ્યા સામે લડવા દૂનિયાની એકકલ દૂક્કલ વ્યક્તિ કે સંસ્થા નથિ પરંતુ સમગ્ર વિશ્વના લોકોએ એકજુથ થઈને લડવું જરૂરી છે તમારા તરફથી થતો પ્રસાસ કાબીલે તારીફ છે..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: