'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Monthly Archives: ડિસેમ્બર 2009

કળયુગની શ્રદ્ધાંજલિ

સ્વર્ગસ્થ સ્વજનને શ્રધાંજલિ સ્મણાંજલી
આપે સૌ શબ્દરુપી પુષ્પથી

સ્વર્ગસ્થ સ્વજનને હદયની લાગણી
પોહચાડે છે સૌ છાપાઓ ના માધ્યમથી

સ્વર્ગસ્થ સ્વજનને છે આ સંદેશ લાગણીનો !
કે આ છે સ્ટેટસ સોસાયટી કે સમાજનુ ?

સ્વર્ગસ્થ સ્વજનને પોહચાડતા હોય સંદેશ જો
તો ચાલુ કરી દઉ છાપુ હુય સવાર-સાંજ નુ

સ્વર્ગસ્થ સ્વજનને લાગણી સાથે પોહચડુ
તેમને ભાવતા ગરમ-ગરમ ભજીયા-સમોસાનુ પડીકુ

સ્વર્ગસ્થ સ્વજન રાજી થાશે વાંચતા- ખાતા
મારા અંતરની લાગણી અને ગરમ-ગરમ ભજીયા-સમોસા

સ્વર્ગસ્થ સ્વજનને શ્રધાંજલિ સ્મણાંજલી
અર્પે છે સૌ છાપાઓ ના માધ્યમ થી

“પુછુ છુ એટલુ , લાગણી છે આ અંતરની !
કે છે આ સંદેશ સોસાયટી કે સમાજ નુ ?”

લાગણી દુભાશે મારા આ માર્મીક કટાક્ષથી
છાપાઓ વાળાની ! કારણ આ છે, રોજી એમની

-મહેશ પટેલ
-વિધાકુંજ સ્કુલના પ્રિન્સિપલ,સુરત

%d bloggers like this: