'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Monthly Archives: ઓક્ટોબર 2009

“હિંસા અને અહિંસા” (તમારી સુંદરતા કરતાં માસુમ પંખી કે પ્રાણીઓના જાનની કિંમત વધારે છે.)

તમારી સુંદરતા કરતાં માસુમ પંખી કે પ્રાણીઓના જાનની કિંમત વધારે છે.

–શ્રીપ્રશાંત શાહના બ્લોગ માંથી

“ગ્લોબલ વોર્મિગ અને ગાંધીગીરી”

ગ્લોબલ વોર્મિગ સામે ગાંધીગીરીની વાત સાચી છે.”માલદિવ” નામનો એક નાનકડો ટાપુ ભારતની દક્ષીણ દિશામાં છે. ગ્લોબલ વોર્મિગથી સૌથી પ્રથમ પ્રભાવિત માલદિવ જ થાશે.
પૃથ્વીની આસપાસ ઓઝોનવાયુનુ સ્તર આવેલુ છે.જે સુર્યના પરજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા રોકે છે.પારજાંબલી કિરણો ખુબ જ વિનાશક હોય છે. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે ઓઝોન વાયુના સ્તરમા એક નાનકડુ ગાબડુ પડેલુ છે. અને પૃથ્વી પરના પ્રદુષણને કારણે તે ગાબડુ દિવસે ને દિવસે મોટુ થાતુ જાઈ છે. જેને કારણે સુર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાઈ છે..આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં “ગ્રિનહાઉસ ઈફેક્ટ” કહેવામા આવે છે.જે ઘટના તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો.
‘ગ્રિનહાઉસ ઈફેક્ટ’ના કારણે પૃથ્વીનુ તાપમાન સતત વધતુ જાઈ છે. જેને કારણે ધ્રુવ પ્રદેશના બરફના મેદાનો અને પર્વતો પિગળી રહ્યા છે. એક વૈજ્ઞાનિક તારણ મુજબ ગ્લેશિયર(બરફના પર્વત) આશરે દર વર્ષે ૧૧ કિ.મી જેટલા પીગળે છે.અને તેનુ પાણી સમુદ્રમાં સમાઈ છે.જેના કારણે સમુદ્રના પાણીનુ સ્તર ઉંચુ આવે છે.આ ઘટનાને “ગ્લોબલ વોર્મિગ” કહેવામાં આવે છે.IPCC ના એક રીપોર્ટ મુજબ સમુદ્રની સપાટી દર વર્ષે આશરે ૦.૯૦ સેન્ટીમીટર જેટલી ઊંચી આવે છે.તેની અસર આજે ઘણા ટાપુ પર દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિગ આજે બ્રેકિંગ ન્યુઝ બની ગયુ છે.જો સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયાના ન્યુયોર્ક,સીડની,લંડન,મુંબઈ જેવા મહાનગરો સમુદ્રમાં સમાઈ જાશે.વૈજ્ઞાનિક તારણૉ મુજબ સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયા નો ૧૦% ભાગ સમુદ્રમાં સમાઈ જાશે.

વધતા જતા પૃથ્વીના તાપમાનનો NASA દ્વારા સર્વે.નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે પર્યાવરણનો વિનાશ અને વધતુ જતુ પૃથ્વી પરનું પ્રદુષણ.
માલદિવ ૮૫ જેટલા નાના-મોટા ટાપુઓનો દેશ છે. ગ્લોબલ વોર્મિગના કારણે સૌ પ્રથમ માલદિવ સમુદ્રમાં ડુબી જશે.જેથી માલદિવ સરકાર દ્વારા ગાંધીગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.દુનિયાને ગ્લોબલ વોર્મિગ સામે આગાહ કરવામાં આવી હતી.માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિરે તેના ૧૪ કેબીનેટના મંત્રી સાથે સમુદ્રમાં કેબીનેટની મિટિંગનું આયોજન કર્યુ હતુ.સમુદ્રમાં જ તેઓ એક બીજા સાથે ઈશારાથી વાતચિત કરતા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા એક ડોક્યુમેંટમા હસ્તાક્ષર પણ કરેલુ.મને ખબર છે કે ઘણા લોકો આ ઘટનાને હાસ્ય માને છે.પણ ખરેખર આ ગંભિર મુદ્દો છે.{{It’s not a jock}}
દુનિયાને ગાંધીગીરીથી સાવચેત કરવાની કોશિશ હતી.
સંજોગની વાતતો એ છે કે આ આયોજન દિવાળીના દિવસોમાં જ કરવામાં આવ્યુ હતુ.
તેનો વિડીયો અહી જોઈ શકો છો.“અંધવિશ્વાશ નહી પણ વિજ્ઞાન છે”

મિત્રો ,તમે મદારી કે જાદુગરને જાદુના પ્રયોગ દર્શાવતા જોયા હશે.તમને પણ જાદુગર બનવાનું ગમે છે ને ?ચાલો મારી જોડે

આજે સમાજનો એક વર્ગ દોરા,ધાગા ,મંત્ર ,તંત્ર કે ભુવા,ફકીરોની ઘેલછામાં દોડે છે.હાથમાંથી કંકુ ઉત્પન્ન કરવું,કંકુવાળા ચોખા ઉત્પન્ન કરવા,પાણીનો દિવો કરવો,નાળિયેરમાંથી ચૂંદડી કે લોહી નીકળવુ જેવી ઘટનાઓ વિશે તમે સાંભળ્યુ હશે.ખરેખર આવા પ્રયોગો પાછળ વિજ્ઞાન જ રહેલુ હોય છે. આવો આપણે તે સમજીએ તેવા જ પ્રકારની પ્રવૃત્તિઓ તમે પણ કરી શકો છો.

મિત્રો ,ઘણા ઢોગીઓ વિજ્ઞાનને અંધવિશ્વાશ બનાવી દયે છે કેવી રીતે જુવો નીચે મુજબ.

  • પાણીના કોડિયામાં દિવો કેવી રીતે પ્રગટે છે ? જોઈએ.

એક કોડ્યામાં પાણી ભરી તેમાં કાગળના ટુકડા નાખો.તેના પર પોટેશિયમ પરમૅંગેનેટનો ભૂકો નાખો .હવે એક પ્યાલામાં થોડુ ગ્લિસરીન લો.તેમાંથી ગ્લિસરીનનાં બે-ત્રણ ટીપા પોટૅશિયમ પરમૅંગેનેટના ભૂકા પર પડવા દો.શુ થાય છે ? દિવો સળગે છે ને ?

  • હવે હાથ માથી કંકુ કેવી રીતે પડે છે તેનો ખેલ વિજ્ઞાનની દ્રષ્ટીએ જોઈએ.

તે માટે હળદર,પાણી અને સાબુ ની જરુર પડશે .હાથમાં ચપટીભરી કોરી હળદર લઈ તેને હથેરી પર ઘસી લો.હવે એક પ્યાલામાં પાણી લઈને સાબુ વડે હાથ ધુઓ.શુ થાઈ છે ?

હાથમાથી લાલ રંગનુ પાણી પડે છે ને ? આજ રીતે પગથી કંકુના પગલા પડે છે અને ભોળા લોકો તેને ચમત્કાર માને છે

  • હવે નાળિયેર માથી લોહી કેવી રીતે નિકળે છે તે જોઈએ.

તે માટે નાળિયેર ,કંકુ ,મીણ ની જરુર પડશે.એક છોલેલુ નાળિયેર લો. તેના આંખ જેવા દેખાતા ભાગમાં કાણુ પાડી તે કાંણામાંથી થોડુ કંકુ નાળિયેરમાં નાખો,હવે તે કાણાને મીણના ટીપાં પાડી બંધ કરો.નાળિયેરને હલાવો,હવે તમારા મિત્રને નાળિયેર ફોડવા કહો. શુ થાય છે ?નાળિયેર ફોડતા તેંમાંથી લાલ રંગનુ પાણી નીકળે છે.

મિત્રો,ચમ્ત્કારિક લાગતા પ્રયોગોની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ,નહી કે તેની તરફ આકર્ષાઈ અંધશ્રદ્ધાળુ બનવુ.

સામાન્ય માણસો તેમની મહેનત ,લગન,વલણ ,બુદ્ધિશક્તિ,તર્કશક્તિ અને નિર્ણયશ્ક્તિથી મહાન વૈજ્ઞાનિકો બની શકે છે.

જો સર આઈઝેક ન્યુટન “ઝાડ પરથી સફરજન પડવાની ઘટનાને ” ચમત્કાર માની ને બેસ્યા હોત તો ?

“જીવનમા બનતી ચમત્કારીક ઘટનાઓને વિજ્ઞાનની દ્રષ્ટીએ ઉકેલો.”


“ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો કાગળ ઉપર”

ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે રહેશે :

क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો ,રાષ્ટ્ર્ધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;

ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્ર્દયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;

ग. ભારતનાં સાર્વભૌમત્વ ,એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;

घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની ;

ङ. ધાર્મિક ,ભાષાકીય ,પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વુદ્ધી કરવાની ,સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ;

च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;

छ. જંગલો ,તળાવો ,નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;

ज. વૈજ્ઞાનિક માનસ ,માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ;

झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;

ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માતે ,વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.

*ભારતનું સંવિધાન: કલમ 51- क

આ તો થઈ કાગળ ઉપરની મૂળભૂત ફરજોની વાત..

શુ ખરેખર ભારતનો નાગરીક આ ફરજો નિભાવે છે ?

_____________________________________

“ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ(ગાંધીનગર)” દ્વારા પ્રકાશિત કરવામાં આવતા દરેક પાઠ્યપુસ્તકના ત્રીજા પાને આ ફરજો લખવામા આવે છે.પણ શિક્ષક સિધો “પાંચમા પાનેથી ભણાવાનુ ચાલુ કરે છે”.પહેલા પાને “પ્રતિજ્ઞા” લખેલી હોય છે.

છોડમાં જય રણછોડ…!

કરો વૃક્ષ વાવવાનો સંક્લ્પ,
એનો બીજો ન કોઇ વિક્લ્પ…છોડમાં જય રણછોડ…!

જાગ રે માનવી જાગ,
સરકાર કરે પ્રયત્ન અથાગ…છોડમાં જય રણછોડ…!

અમુલ્ય વૃક્ષો છે.સાગ,
બનાવશે જીવનને બાગ…છોડમાં જય રણછોડ…!

વૃક્ષોની લાવો જન જાગૃતિ,
આપણે છે.વૃક્ષોની પ્રતિકૃતિ…છોડમાં જય રણછોડ…!

ન થવા દેશે ક્દી પતન,
ઉગાડો વૃક્ષો સૌના વતન…છોડમાં જય રણછોડ…!

વૃક્ષોનું ન કરો છેદન,
થશે પર્યાવરણનું નિકંદન…છોડમાં જય રણછોડ…!

એ તો છે.કુદરતની દેન,
તેથી જ તો છે.વૃક્ષો સાચા ફ્રેન્ડ…છોડમાં જય રણછોડ…!

વૃક્ષો છે.આભુષણ,
દૂર કરે છે.પ્રદુષણ…છોડમાં જય રણછોડ…!

સિમેન્ટના જંગલો છોડો,
વૃક્ષોમાં તો છે.રણછોડ…છોડમાં જય રણછોડ…!
________


%d bloggers like this: